Thursday, October 31, 2024
Google search engine
HomeGujarat - ગુજરાતડો. પ્રવીણ તોગડિયાની સિંહ ગર્જના : “પહેલા હિન્દુ”ની બોલી સાથે હિન્દુઓના રક્ષણ...

ડો. પ્રવીણ તોગડિયાની સિંહ ગર્જના : “પહેલા હિન્દુ”ની બોલી સાથે હિન્દુઓના રક્ષણ માટે ૧૨ મુદ્દાઓનું જાહેરનામુ બહાર પાડયું  

Keyur A. Parmarlogo-newstok-272-150x53(1)KEYUR PARMAR – DAHOD BUREAU

ગુજરાતના ગામડે ગામથી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગાવાહિનીના હજારો કાર્યકર્તાઓ અને કર્ણાવતી (અમદાવાદ) અને તેની આસપાસ ના ગામોથી આવેલ હાજરોની સંખ્યામાં આવેલ સમુદાયમાં “પ્રથમ હિન્દુ” ની શરૂઆત કરતાં વી.હી.પ.ના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ ડો. પ્રવીણભાઈ તોગડિયાએ કહ્યું કે હવે હિન્દુઓની ચિંતા કરવાનો સમય આવી ગયો છે. હિંદુસ્તાન સમૃદ્ધ દેશ હતો, હિન્દુઓની પ્રગતિ પૂરા વિશ્વમાં સંમ્માનિત હતી, એવી પ્રગતિ જે ફક્ત વિકાસ, ગુણવત્તા અને પ્રમાણમા ઊંચી હતી, દરેક હિન્દુ સુરક્ષિત હતો, ખૂશ હતો પરંતુ પહેલા ૪૫૦ વર્ષ ઇસ્લામે રાજ કર્યું પછી ૧૫૦ વર્ષ અંગ્રેજોએ રાજ કર્યું અને પાછલા ૭૦ વર્ષથી (૧૯૪૭ થી ૨૦૧૭ સુધી) ઓરમાયા વર્તનથી હિન્દુઓ પર અન્યાય અને અસુરક્ષા વધતી ગઈ અને સમૃદ્ધ તથા પ્રગતિશીલ હિન્દુ બહુસંખ્ય હોવા છતાં પણ અસુરક્ષિત અને ગરીબીની કગાર પર આવીને ઊભો છે. બસ હવે વધુ નહીં આજના આધુનિક યુગમાં પોતાની જાતને સિદ્ધ કરવા વાળી હિન્દુઓની મૂળ સમૃદ્ધિનું સંમ્માન કરવાવાળો સમય હવે આવી ગયો છે.

“ત્રિપલ તલ્લાકનો કાયદો બની શકે તો લવ જેહાદ માટે કેમ નહીં?”

હિન્દુઓની સંપૂર્ણ પ્રગતિ માટે “પ્રથમ હિન્દુ” નો રસ્તો અને નિકાલ

(૧) પ્રત્યેક હિન્દુ યુવાન માટે રોજગારી / વ્યવસાય : હિન્દુ પાસેથી જ ખરીદો અને હિંદુને જ નોકરી પર રાખો (૨) જેહાદી આતંકથી સંપૂર્ણ મુક્ત હિંદુસ્તાન (૩) પ્રત્યેક હિંદુને ભરપેટ ખોરાક (૪) પ્રત્યેક હિન્દુ મહિલાની સંપૂર્ણ સુરક્ષા (૫) પ્રત્યેક હિન્દુ ખેડૂતની સમૃદ્ધિ (૬) પ્રત્યેક હિન્દુના બાળકોને (છોકરી અને છોકરો બંને) શાળા અને કોલેજમાં મફત શિક્ષણ (૭) છૂત-અછૂત મુક્ત હિંદુસ્તાન અને (૮) પ્રત્યેક હિંદુઓનું સંપૂર્ણ સ્વાસ્થ્ય શરૂ રહે તે માટે સંગઠન દ્વારા કરવાવાળા અનેક કાર્યો ઉપર ડો.પ્રવીણભાઈ તોગડિયાએ કહ્યું કે જે સરકારોએ કામ કરવાના હતા તે અમો અમારી આર્થિક ક્ષમતાથી કરી રહ્યા છે. એક લાખથી વધુ ગરીબ બાળકોને મફત શિક્ષણ, ૧૫૬ થી વધુ નિવાસી છાત્રાલયોમાં ૫૦૦૦૦ થી વધુ છોકરીઓને મફત રહીને ભણ્યા અને તેમાંથી અનેક છોકરીઓ ઉચ્ચપદ પર છે.

રામ મંદિર તો અયોધ્યામાં જ બનશે. : ડો. તોગડિયા

ઈન્ડિયા હેલ્થ લાઇન દ્વારા મફત આરોગ્યની તપાસ અને નિષ્ણાત ડોક્ટરો દ્વારા સલાહ,  વ્યસનમુક્તિ અને પોતાની જીવનશૈલી કેવી રીતે જીવી જોઈએ તે વિષે વિશેષ સલાહ, હિન્દુ હેલ્પ લાઇન દ્વારા અત્યાર સુધી ૧,૫૦,૦૦૦ થી વધુ હિન્દુઓને પ્રવાસ, સમૃદ્ધ ખેડૂતોના માર્ગદર્શન દ્વારા ફક્ત ૨ વર્ષમાં દેશભરમાં ૪૫,૦૦૦ થી વધુ ખેડૂતોને શિક્ષણ આપવામાં આવ્યું, દરેક સ્ત્રીઓને પોતાના સ્વરક્ષણ માટે કરાટેની તાલીમ પણ આપવામાં આવી રહી છે. આમ ડો.તોગડિયાએ દરેક હિન્દુ યુવાનોને કહ્યું કે પોતાના જીવનમાં જાગૃત હિન્દુ, સક્રિય હિન્દુ બનીને હિન્દુઓની સમૃદ્ધિ, પ્રગતિ અને સુરક્ષા માટે આગળ રહીને ભાગ લેજો.

ડો.પ્રવીણભાઈ તોગડિયાએ સંપૂર્ણ સમૃદ્ધિ, પ્રગતિ અને સુરક્ષા માટે ૧૨ મુદ્દાઓનું માંગણી પત્ર બહાર પાડ્યું :

(૧) દરેક જિલ્લા, રાજયમાં સરકારે એક IPS ઓફિસરની નિમણુક કરવી કે જે હિન્દુ ઓ પર થવા વાળા જેહાદી અને અન્ય પ્રકારના હુમલાથી તેમની રક્ષા કરે અને તેવા હુમલાખોરોને તરત જ પકડી જેલ ભેગો કરે અને તેમાં તેને જામીન પણ ના મળે.

PERSONA PLUZ

(૨) કેન્દ્ર સરકાર સત્વરે સમાન વસ્તીનો કાયદો અમલમાં મૂકે. ૧ પત્ની અને ૨ બાળકો જ હોય. કોઈ પણ ધર્મના નામ પર આનું ઉલંઘન ના કરે જો આ નિયમનું ઉલંઘન કરે તો તેમણે રેશનિંગ, બાળકોનું ભણતર, આરોગ્ય વિષયક સુવિધા, આધાર કાર્ડ, ગેસ તથા મતાધિકાર આપવો નહીં.

(૩) જેમ સરદાર વલ્લભભાઇ પટેલે સોમનાથ મંદિર બનાવ્યું તે જ પ્રકારે સંસદમાં કેન્દ્ર સરકાર ખરડો પાસ કરી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ કાર્યનો પત્ર કરે.

(૪) બધાને સમાન નાગરિક કાનૂન નિયમ લાગુ પડે.

(૫) દરેક હિન્દુ વિદ્યાર્થીઓને શાળા અને કોલેજ સુધીની તમામ ફી સરકાર ભરે.

(૬) દરેક હિન્દુ વિદ્યાર્થીઓને શાળા અને કોલેજ સુધીની તમામ ફી સરકાર ભરે.

(૭) બાંગ્લાદેશ અને મ્યાંમારથી ઘૂસપેટ કરી પ્રવેશેલા રીફ્યુજી મુસ્લિમોને હિંદુસ્તાનમાંથી ૬ મહિનાની અંદર જ ડિપાર્ટ (દેશબહાર) કરે. પાકિસ્તાનથી આવવા વાળા દરેક મુસ્લિમો પર તુરંત પાબંદી લગાડે.

(૮) દરેક હિન્દુ ખેડૂતોનું સંપૂર્ણ કર્જ અને તેનું વ્યાજ પૂર્વ સમયથી આજ સુધીનું બધુ જ માફ કરવામાં આવે.

ખેડૂતોને રોજી મળી રહે તે માટે નવી પદ્ધતિનું વિહિપ દ્વારા માર્ગદર્શન આપશે અને તે ઉગેલી ખેત પેદાશ પણ વિહિપ જ ખરીદશે

(૯) દરેક હિન્દુ ખેડૂતોને વીજળી, દરેક ખેતરમાં પાણી અને ઉગેલ અનાજને બરબાદ કરવાવાળા જંગલી જાનવરોથી સુરક્ષા માટે સૂર્ય ઉર્જા વાયર્સ / ફેંસિંગ સરકાર આપે. અને તેના પર સરકાર સમયબદ્ધ અને પ્રભાવશાળી નીતિ બનાવે અને તેના પર કડક અમલ થાય અને ખેડૂતોને બચાવે, નહીં કે તેમના વિરુદ્ધ બોલે.

(૧૦) દરેક કાશ્મીરી હિન્દુઓને સરકાર તેમના ઘર ફરીથી વસાવી આપે અને તેમની સુરક્ષા માટે કડક પગલાં ભરે.

(૧૧) ગૌહત્યા/ગૌવંશ હત્યા/ગૌમાસની નિકાસ પર પ્રતિબંધનો રાષ્ટ્રીય કાયદો કેન્દ્ર સરકાર તુર્તજ પાસ કરે અને તેના પર કડક અમલ થાય.

(૧૨) હિન્દુઓ પર દોષનો ટોપલો ઢોળવાની આદત ત્યજીને સરકાર હિંદુસ્તાનમાંથી જિહાદી આતંકથી તુરંત મુક્ત કરવાનો સમયબદ્ધ રોડમેપ તૈયાર કરે, દરેક સરકારી ઓફિસો તેના પર નીતિગત અમલ કરે.

આ સભામાં પૂ.એસ.પી.સ્વામિજી, પૂ.નૌતમસ્વામીજી, પૂ.પુરુષોત્તમ ચરણદાસજી, પૂ.અવિચલદાસજી, પૂ.બાલકૃષ્ણ સ્વામીજી, પૂ.માધવપ્રિયદાસજી, પૂ.આનંદસ્વામીજી, પૂ.દિલીપદાસજી, પૂ.શિવરામ દાસજી, પૂ.મોહનદાસજી, પૂ.શિવાનંદદાસજી જેવા અનેક સંતોએ જનમતને માર્ગદર્શન આપ્યું હતું. આ સભામાં દિલીપભાઇ ત્રિવેદી, કૌશિકભાઈ મહેતા, રણછોડભાઈ બર્વાદ, ડો.ગજેરા, દિનેશભાઇ નાવડીયા, નિરલભાઇ પટેલ, બકુલભાઇ ખાકી તથા અશ્વિનભાઈ પટેલ જેવા વિહિપ ગુજરાતનાં પદાધિકારીઓએ પણ જનમેદનીને માર્ગદર્શન આપ્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments