KEYUR PARMAR – DAHOD
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાનાં મુખ્ય મથક દાહોદના ખરોડ ખાતે આજ રોજ તા.૦૬/૧૨/૨૦૧૭ના બુધવારના રોજ બપોરના આશરે ૦૨:૧૫ કલાકે દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની એક જાહેર જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌ પ્રથમ યોગેશભાઈ ગઢવીએ ડાયરા દ્વારા મતદાતાઓને ભારતીય જનતા પાર્ટી ના પક્ષમાં મતદાન કરવાં લોકોને કહ્યું હતું. ત્યારેબાદ ગુજરાત રાજ્યના મંત્રી બચુભાઈ ખાબડે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર ખૂબ આકરા પ્રહાર કર્યા હતા અને દાહોદ જિલ્લાની ૬(છ) એ ૬(છ) તાલુકાનાં નેતાઓને વિધાનસભામાં જંગી બહુમતથી જીતાડી વિજય બનાવો તેમ કહ્યું હતું.
કેન્દ્રિય આદિજાતિ વિકાસના મંત્રી જશવંતસિંહ ભાભોરે દાહોદ જિલ્લાની દરેક જનતાનો આભાર માનતા કહ્યું કે કોંગ્રેસ જે રીતે આપણને બદનામ કરી રહી છે, ગુમરાહ કરી રહી છે અપ્રચાર કરી રહી છે ત્યારે ૪૦ વર્ષમાં કોંગ્રેસ માત્ર ગુજરાતનાં જનજાતિ સમાજ માટે ૬૫૦૦ કરોડનું બજેટનો કોંગ્રેસની સરકારે ખર્ચ કર્યો છે ત્યારે નરેન્દ્ર મોદીની સરકારે ૨૦૧૨ – ૨૦૧૩ના એક વર્ષના ૬૬૦૦ કરોડનું બજેટ ગુજરાતની જનતાને આપ્યું હતું. કોંગ્રેસે તેમના રાજમાં બક્ષીપંચ સમાજ, આદિજાતિ સમાજના વિકાસ માટે પ્રતિ વર્ષ ૩૧૫ કરોડનો ખર્ચ કર્યો છે જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે તેમની સરકાર પ્રતિ વર્ષ ૮૫૪૨ કરોડનું બજેટ આપ્યું હતું.
વધુમાં નરેન્દ્રસિંહજી તોમરે કહ્યું કે ગુજરાતમાં જે વિકાસ થયો છે તે નરેન્દ્ર મોદીજીના કારણે થયો છે અને ગુજરાત સમગ્ર દુનિયામાં અગ્રણી પ્રાંત તરીકે જાણીતો થયો છે અને તે નરેન્દ્ર મોદીના યશસ્વી નેતૃત્વના કારણે થયું છે. પહેલા ગુજરાતમાં ચૂંટણી થતી હતી તે ગુજરાત માટે જ થતી હતી પરંતુ હવે ગુજરાતમાં ચૂંટણી થાય છે તે દેશની રાજનીતિ માટે મહત્વપૂર્ણ મનાય છે. ગુજરાતમાં ચૂંટણી દેશની રાજનીતિ સુનિશ્વિત કરવાવાળી ચૂંટણીના પરિણામથી થશે.
દાહોદમાં સભામાં આવતાની સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદ જિલ્લાની દરેક પ્રજાનો આભાર માન્યો હતો અને કહ્યું કે આવું વિરાટ દ્રશ્ય આજે મે પહેલીવાર જોયું છે. હું જ્યારે ૨૦૧૪મા લોકસભાની ચૂંટણી લડી રહ્યો હતો ખુદ પ્રધાનમંત્રીનો ઉમેદવાર હતો, તેમ છતાં દાહોદમાં આવી મોટી રેલી નહોતી થઈ. આટલી મોટી સંખ્યામાં આપ આશીર્વાદ આપવા આવ્યા તે માટે હું આપ સૌનો ર્હદયપૂર્વક આભાર માનું છું. ૧૪મી તારીખે આપણી આંગળી ગુજરાતનું ભાગ્ય નિર્ધારિત કરવાની છે જેમ શ્રીકૃષ્ણએ ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઉચક્યો એમ તમારી એક આંગળી કમળનું બટન દબાવીને મારા આદિવાસીઓની જિંદગી, મારા ગુજરાતનું ઉજ્જવળ ભવિષ્ય એનું નિર્માણ કરવાની છે માટે દાહોદ જિલ્લાએ આ વખતે ક્યાય કાચું ના કપાય, ક્યાય પંજો આવવો ન જોઇયે. વધુમાં વડાપ્રધાને દાહોદના પરેલ, બહારપુરા, પડાવ, હનુમાન બજાર, દૌલતગંજ બજારને યાદ કરીને કહ્યું કે હું આ બધા વિસ્તારોમાં ચાલતો ચાલતો ફરીયો છું. આખા દેશમાં ૧૦૦ સ્માર્ટસિટી બનવાના છે અને આખા દેશમાં છ લાખ ગામો છે એમાથી ૧૦૦ સ્માર્ટ સિટી અને દાહોદ એક માત્ર નગર પાલિકા છે જેનો ૧૦૦ સ્માર્ટસિટીમાં નંબર લાગ્યો છે. અને વધુમાં તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટીમાં એક પાત્ર છે કપિલ સિબ્બલ, તે સુપ્રીમ કોર્ટમા રામ મંદિરના મુદ્દે કેશ ચાલતો હતો ત્યાં જઈને ભાંગડો માંડ્યો અને કહે કે કેશ અમણા ન ચલાવો કેમ કે ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પછી ચલાવો. મારે સુન્ની વકફ બોર્ડને અભિનંદન આપવા છે તેમનો આભાર માનવો છે સુન્ની વકફ બોર્ડે નિવેદન કર્યું કે કપિલ સિબ્બલે જે નિવેદન કર્યું છે તે તદ્દન ખોટું કર્યું છે અને સુન્ની વકફ બોર્ડે કહ્યું કે અમે તો ઈચ્છીએ છીએ કે ન્યાયપાલિકા દ્વારા એક ન્યાય આવે અને સમસ્યાનું સમાધાન થાય અને જે દેશમાં સિયા વકફ બોર્ડ, સુન્ની વકફ બોર્ડ અને રામ મંદિરવાળા બધા ભેગા થઈને નિકાલ લાવવા નીકળે ત્યારે તેમાં કોંગ્રેસ અને તેના નેતા “હવનમાં હાડકાં” નાખવાનું કામ બંધ કરે તેમના નેતાઓ બંધ કરે તે માટે જ કહું છું કે આખા ગુજરાતમાં ભાજપને ભારી બહુમતથી વિજયી બનાવો અને વિકાસની યાત્રાને આગળ વધાઓ અને ગુજરાતને દુનિયાની તોલે લાવીએ તેવું બનાવીએ.