દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે
આ કામના ફરીયાદી ખેતી તેમજ જય ભવાની મંડળી ચલાવી રોડ રસ્તા બનાવવાનુ કામ કરે છે તેમજ તેઓ અગાઉ ઘુઘસ ગામે સરપંચ તરીકે સેવા આપતા હતા ત્યારે ગામના વિકાસના કામો અર્થે સને. ર૦૧પ-૨૦૧૬ ના વર્ષમાં ગામને ‘‘રાષ્ટ્રીય પર્વ ૧૫ મી ઓગષ્ટ ૨૦૧૬ યોજના અંતર્ગત’’ ગ્રાન્ટમાંથી ₹.પ,૦૦,૦૦૦/- ના ૨ ( બે ) સી.સી. રોડના કામ મંજુર થયેલા હતા. જે આ કામના ફરીયાદીએ જે તે સમયે સરપંચ હોવાથી કરી દિધેલા હતા. જે કામનો વર્ક ઓર્ડર મેળવવા માટે આ કામના આરોપીએ જય ભવાની મંડળીના નામે વર્ક ઓર્ડર કરી આપવા તથા તે પછીનું રનીંગ બીલ બનાવવા માટે ₹.૧,૦૦,૦૦૦/- ની માંગણી કરેલી, જેમાં ફરીયાદીએ સૌ પ્રથમ વર્ક ઓર્ડરની કાર્યવાહી ચાલુ કરવા માટે ₹.૩૦,૦૦૦/- આપવાની તૈયારી બતાવતા આરોપી ₹.૩૦,૦૦૦/- લેવા સમંત થયેલા, જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોઈ તેઓએ લાંચ-રિશ્વત શાખાના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર સંપર્ક કરેલ અને ફરિયાદ કરેલ જેથી આજ રોજ તા.૦૮/૦૮/૨૦૧૮ બુધવારે ૧૩:૦૪ કલાકે ACB P.I. ડી.બી.બારડ, વડોદરા ગ્રામ્ય સાથે સુપરવિઝન અધિકારી ઇન્ચાર્જ મદદનીશ નિયામક જી.ડી.પલસાણા, ACB વડોદરા એકમ તથા સ્ટાફના માણસોને સાથે રાખીને ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી વિજયભાઈ હરસિંગભાઈ બારીયા કે જે ફતેપુરા તાલુકા પંચાયતના બાંધકામ શાખામાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે પોતે નોકરી કરે છે તેને ફરીયાદી પાસેથી ₹.૩૦,૦૦૦/- ની લાંચની માંગણી, પંચ-૧ રૂબરૂ કરી સ્વીકારી, પકડાઇ જઇ ગુનો કર્યા છે તે સ્વીકારી લીધેલ હતું ત્યારબાદ ACB એ આરોપીને પકડીને કાયદેસરની કાર્યવાહી આગળ હાથ ધરી.