દાહોદ નગર પાલીકાના ફુડ સેફટી ઓફીસર પી.આર.નગરાલાવાલાએ નિયાઝુદ્દીન મહિયુદીન કાઝી (ફુડ બીઝનેશ ઓપરેટર અને ભાગીદાર તથા વેન્ડર પેઢીના જવાબદાર) નફારીઝ મશરૂબાત, ૮૦૮૭/૧૨, દુધીમતી નદી પાસે, સ્મશાન રોડ, દાહોદ, તા- જિ-દાહોદ પાસેથી તા.૩૧/૦૫/૨૦૨૨ ના રોજ વિષયોક્ત ધારાની જોગવાઇ અન્વયેના નમૂનાનો કોડ ને 21/FDADHD-NP-1/47/2022, Alvoun packaged drinking water” (1 litre pack) નો નમૂનો પૃથ્થકરણ કરાવવા સારૂ લીધેલ, જેનો એક સીલબંધ ભાગ મેમોરેન્ડમ ફોર્મ- । સહિત ફુડ એનાલીસ્ટ વડોદરાને પૃથ્થકરણ કરાવવા સારૂ મોકલી આપેલ ફૂડ એનાલીસ્ટ વડોદરાએ તેઓના તા.૦૫૨૩/૦૮/૨૦૨૨ ના પૃથ્થકરણ અહેવાલ ક્રમાંક Q-3/1166/2022 થી “Alvun inged drinking water (1 litre Pack) લીધેલ જે નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર કરેલ છે. જે જોતા તેમાં અમુક ક્ષતીઓ માલુમ પડેલ છે. જેમાં (૧) ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડડર્સ એક્ટ-૨૦૦૬ અને રેગ્યુલેશન-૨૦૧૧નો રેગ્યુલેશન નં.૨, ૧૦, ૮ મુજબ Aerobic Microbial Count ના ટેસ્ટમાં 153cfu/ml at 20 to 22 C ઇન 72 hours, 83 cfu/ml at 37 સી in 24 hrs. આવેલ છે, જે max, 100/ml at 20 to 22 C ઇન 72 hours, Max. 20/ml at 37 સી in 24 hs હોવું જોઇએ. આમ સદર નમુનો ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ હેઠળ કલમ-૩(1)(zx) મુજબ સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે.
(૨) નમુનો સબસ્ટાન્ડર્ડ જાહેર થઈને આવતા કલમ – ૪૬ (૪) ની જોગવાઈ મુજબ નમુનો વેચાતો આપનાર વેન્ડર પેઢીના ફુડ બીઝનેશ ઓપરેટર અને ભાગીદાર નિયાઝુદ્દીન મહિયુદ્દીન કાઝી તેમજ સદર વેન્ડર પેઢીના ભાગીદાર મોહમ્મદ મૂજબુલસન નવાબઅલી સૈયદ અને ભાગીદાર અનસ ઈબ્રાહિમભાઈ કય્યા અને વેન્ડર પેઢી “નફારીશ મશરૂબાત” ને નોટીસ અને પૃથ્થકરણ અહેવાલ તેમજ અપીલ FORM-VII મોકલી આપેલ, જે નોટીસના અનુસંધાને સામાવાળા તમામ દ્વારા અપીલ કરવામાં આવેલ નથી. આથી ફુડ એનાલીસ્ટ વડોદરાનો પૃથ્થકરણ અહેવાલ કાયદેસરનો ગ્રાહ્ય છે.
આમ આ નમુનો વેચાતો આપનાર જવાબદાર વેન્ડર પેઢીના કુડ બીઝનેશ ઓપરેટર અને ભાગીદાર નિયાઝુદ્દીન મહિયુદ્દીન કાઝી દ્વારા સદર નમુનાનું ઉત્પાદન અને સંગ્રહ કરીને તથા સદર નમુનો ફુડ સેફટી ઓફીસરને વેચાણ કરીને કલમ-25(1), 26(2)(i), 26(2)(૫)(v), 27(1) ની જોગવાઈનું પાલન કરેલ નથી. આમ સદર કાયદાની કલમ-51 મુજબ દંડનીય શિક્ષાને પાત્ર ગુન્હો કર્યો હોવાનું પ્રાથમિક દષ્ટિએ ફલીત થાય છે, અને જે વંચાણ તળેના આમુખ ૪ સાથે રજૂ થયેલ આ કેસના કાગળોનો અભ્યાસ કરતા માલુમ પડેલ છે. આથી વેચાણ તળેના આમુખ ૬ થી કારણ દર્શક નોટીસ પાઠવી જરૂરી આધાર પુરાવા સહિત તા.૨૫/૦૮/૨૦૨૩ ના રોજની સુનાવણીના દિવસે જાતે સામાવાળાને બિનચૂક હાજર રહેવા જણાવવામાં આવેલ જે અન્વયેના સામાવાળા હાજર રહેલ ન હતા જેથી બીજી મુદત તા.૦૯/૧૦/૦૬ ના રોજની સુનાવણીના દિવસે જાતે સામાવાળાને બિનચુક હાજર રહેવા જણાવવામાં આવેલ જે અન્વયેના સામાવાળા હાજર રહેલ હતા અને તેઓએ મૌખીક તેમજ લેખીત જવાબ રજૂ કરેલ અને તેઓ પોતાનો ધંધો સ્ટાર્ટઅપ બેઝ પર છે તેમજ ત્યાર પછી લીધેલ તમામ નમુનાઓ પાસ જાહેર થયેલ હોય. ગુનાની કબુલાત કરેલ આમ ઉપરોક્ત હકીકત જતા સામાવાળા તથા ફરીયાદીની લેખીત અને મૌખીક રજૂઆતો સાંભળી આ કેમની હકીકત જોતા સામાવાળાની રજુઆત તથા જવાબ અને રજુ કરેલ દસ્તાવેજો જોતા સામાવાળાએ સબસ્ટાન્ડર્ડ ખાધ્યપદાર્થનું વેચાણ સંગ્રહ તથા ઉત્પાદન કરેલ હોઈ તેઓએ માનવ વપરાશના હેતુ માટે સંગ્રહ અને વેચાણ કરતા હોવાનું સ્પષ્ટ પણે પુરવાર થાય છે. આથી એડજ્યુડીકેટીંગ ઓફીસર ગુજરાત રાજ્ય અને નિવાસી અધિક કલેક્ટર દાહોદ રજુ કરેલ સબસ્ટાન્ડર્ડ ફુડનો રીપોર્ટ અને કાગળો તથા મૌખીક તથા લેખીત રજુઆતને ધ્યાને લઇ વંચાણ તળેના આમુખ-૧, ૨ તથા ૩ હેઠળ મળેલ સત્તા અન્વયે (૧) નિયાઝુદ્દીન મહિયુદીન કાઝી (ફુડ બીઝનેશ ઓપરેટર અને ભાગીદાર તથા વેન્ડર પેઢીના જવાબદાર) નફારીઝ મશરૂબાત, ૮૦૮૭/૧/૨, દુધીમતી નદી પાસે, સ્મશાન રોડ, દાહોદ, જિ-દાહોદ. (૨) મોહમ્મદ મૂજબુલહસન નવાબઅલી સૈયદ (વેન્ડર પેઢીના ભાગીદાર) નફારીઝ તા- મશરૂમ્બાત, ૮૦૮૭/૧/૨, દુધીમતી નદીપાસે, સ્મશાન રોડ, દાહોદ, તા-જ-દાહોદ, (૩) અનસ ઈબ્રાહિમભાઈ કય્યા (વેન્ડર પેઢીના ભાગીદાર) નફારીઝ મશરૂબાત, ૮૦૮૭/૧૪૨, દુધીમતી નદીપાસે, સ્મશાન રોડ, દાહોદ, તા-જિ-દાહોદ. (૪) નફારીઝ મશરૂબાત, (વેન્ડર પેઢી) ૮૦૮૭/૧૪૨, દુધીમતી નદીપાસે, સ્મશાન રોડ, દાર્ભેદ, તા.જિ-દાહોદએ કલમ-3(1)(zx) મુજબ તથા સદર ધારાની કલમ-26(1), 26(2)(i), 26(2)(), 27(1) નો ભંગ કરેલ હોય સદર ધારાની કલમ-૫૧ હેઠળ સામાવાળા નં.૧ થી ૪ (વેન્ડર પેઢીના ભાગીદારો તથા વેન્ડર પેઢી) ને સંયુક્ત રુ.૪૦૦૦૦/- (અંકે રૂપીયા ચાલીસ હજાર પુરા) નો દંડ ભરવા હુકમ કરવામાં આવે છે. જે આજથી દિન-૩૦ માં ૦૨૧૦ મેડીકલ એન્ડ પબ્લીક હેલ્થ, ૦૪ પબ્લીક હેલ્થ, ૧૦૪ ફ્રી એન્ડ ફાઇનાન્સ વિગેરે, ૦૨ ફી રીયલાઇઝડ અન્ડર અધર સોર્સીંગએન્ડ ફાઇનાન્સ ના હેડથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા મુખ્ય શાખા દાહોદમાં ચલણથી જમા કરાવવા હુકમ કરવામાં આવે છે. તેમ છતાં ઉપરોક્ત મુદત સુધીમાં સદર દંડની રકમ ભરવામાં નિષ્ફળ જશો તો વાર્ષિક ૧૨ % ના ધોરણે વ્યાજ સહિત વસુલવામાં આવશે અને જો ભરવામાં ન આવે તો તેઓની મિલ્કત બોજા હેઠળ લેવા માટે સબંધિત મામલતદારશ્રી / સીટીસર્વે , સુપ્રિટેન્ડેન્ડેન્ટ ને જાણ કરવામાં આવશે.
સદર હું હુકમથી નારાજ હોય તો હુકમની સામે અપિલ કરવા માંગતા હોય તો ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-૨૦૦૬ તથા નિયમ-૨૦૧૧ ના નિયમ-૩,૩૧ મુજબ આ હુકમ થયા ના દિન-૩૦ ની અંદર ગુજરાત રાજ્ય, ફુડ સેફટી એપેલેટ ટ્રીબ્યુનલ, બ્લોક નં.૮, બીજો માળ, ડો.જીવરાજ મહેતા ભવન, જુના સચિવાલય ગાંધીનગર ગુજરાત રાજ્ય ખાતે અપીલ કરી શકે છે. તેવું જણાવવામાં આવ્યું હતું.