Thursday, December 26, 2024
Google search engine
HomeBig BreakingBreaking : ઝાલોદ નગરના મસ્જિદ બજાર અને માંડલી ફળિયાની ખૂંટ પરના કતલખાનામાંથી...

Breaking : ઝાલોદ નગરના મસ્જિદ બજાર અને માંડલી ફળિયાની ખૂંટ પરના કતલખાનામાંથી પોલીસ અને બજરંગદળ દ્વારા ગૌ-માસ પકડવામાં આવ્યું

 THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS 

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાનાં મુખ્ય મથક ઝાલોદ નગરમાં અનેક જગ્યાઓ પર કતલખાના ચાલી રહ્યા છે. તેની તંત્રને અનેકવાર બજરંગ દળ અને ગૌ રક્ષક દળ દ્વારા મૌખિક અને લેખિત જાણ કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા પણ “મગનું નામ મરી પાડવા” માટે તૈયાર નથી અને કુંભકર્ણની નિદ્રામાં” પોઢી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. જયારે ઝાલોદ બજરંગદળ, ગૌરક્ષક દળની ટીમ અને પોલીસ દ્વારા તા.૨૦/૦૩/૨૦૨૧ ને શનિવારના રોજ અંદાજે સવારના ૦૫.૦૦ વાગ્યાના સુમારે અચાનક કતલખાના પર રેડ પાડવામાં આવી ત્યારે ત્યાંથી મોટી માત્રામાં ગૌમાંસ પકડવામાં આવ્યું હતું. જયારે કસાઈઓ જગ્યા છોડી ભાગવામાં સફળ રહ્યા હતા કે તેઓને જાણ કરી ભગાડવામાં આવ્યા હતા તે એક વિચારવા જેવી બાબત છે. અને આવી જ રીતે અવારનવાર ઝાલોદ નગરના કતલખાનાઓ પર ગૌરક્ષકો દ્વારા રેડ કરી ગૌમાસને પાડવામાં આવેલ તેમ છતાં “હમ નહિ સુધરેંગે” જેવી વાતો કસાઈઓ દ્વારા કરવામાં આવી રહી હોય તેવું લોક મુખે ચર્ચાઇ રહ્યું છે.

 THIS NEWS IS POWERED BY –– RAHUL HONDA 

સરકાર દ્વારા ગૌ-હત્યા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, છતાં વારંવાર ગૌ-હત્યા કરવામાં આ લોકો સફળ થઈ રહ્યા છે. જેના દ્વારા કતલખાનાંઓ ચલાવામાં આવે છે તેઓ પર સખતમાં સખત પગલાં લેવા જોઈએ તેવી બજરંગદળ અને ગૌરક્ષકો દ્વારા માંગ કરવામાં આવી હતી. જ્યારે આ પકડાયેલ ગૌવંશના માશને કબ્જે કરી આગળની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી હતી. જયારે ગૌમાંસને ફોરેન્સિક સાઈન્સ લેબોરેટરીમાં મોકલી અને તેનો રિપોર્ટ માંગવામાં આવ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments