Breaking : દાહોદની મુખ્ય પોસ્ટ ઓફિસ પાસે રસ્તા પર પસાર થતી ખાનગી બસ ઉપર MGVCL ના લાઈવ વાયર ધડાકાભેર પડ્યા

0
71

THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેર ખાતે આજે વહેલી સવારે અંદાજે સવારના ૦૬;૦૦ થી ૦૬:૩૦ કલાકની વચ્ચે એક ભયાનક ઘટના ઘટી હતી. આ ઘટનાની હકીકત એ છે દાહોદ સ્ટેશન રોડ ઉપર થી આવતી એક ખાનગી લકઝરી બસ દાહોદ મેઈન પોસ્ટ ઓફિસનો વળાંક લેતી હતી ત્યારે ડ્રાઇવર ની જમણી બાજુ એ ઊભા કરાયેલ MGVCL ના મેઈન લાઈન ના બે તોતિંગ થાંભલા જેમાંથી મલ્ટીપલ કનેક્શન લીધેલા હતા. તેવા લાઈવ વાયરવાળા બે મોટા થાંભલા ઉપર ધડાકા સાથે બસના મધ્ય ભાગ ઉપર પડ્યા ત્યારે આજુ બાજુના લોક જાગી ગયા હતા. પરંતુ સદનસીબે આ લાઈવ વાયરના થાંભલા બસ ઉપર પડ્યા છતાં કોઈ શોર્ટ સર્કિટ થયું ન હતું અને ચાલક અને મુસાફરો બસમાંથી ઊતરીને ફટાફટ ભાગી ગયા હતા અને વહેલી સવાર હોય ત્યાંથી કોઈ અન્ય વ્યક્તિ પસાર થતો ન હતો. જેથી ખૂબ મોટી હોનારત થતા ટળી ગઈ હતી. આપ આ ફોટોગ્રાફમાં જોઈ શકો છે કે જેમાં લાઈવ વાયર મેઈન લાઈનના હજી રસ્તા ઉપર પડ્યા છે અને તે વિસ્તારની બત્તી ગુલ છે. થાંભલાઓ પડવાનું ચોક્કસ કારણ હજી સુધી ખબર નથી પડ્યું નથી. અને પરંતુ પડી ગયેલ થાંભલો નીચેથી બિલકુલ ભંગાર થઈ ગયેલ નજરે પડી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here