તા.૦૧/૧૦/૨૦૧૮ અંદાજે રાત્રીના ૦૧:૩૦ કલાકની આસપાસ રતલામ – દાહોદ મેમુ ટ્રેન દાહોદના રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નં. – 2 પર આવતા જ કોઈ અજાણ્યા પુરુષ ટ્રેનમાંથી અચાનક પડી જતા તેને માથા તથા પગમાં ગંભીર ઈજાઓ થતા ઘટના સ્થળ પર જ તેનું મૃત્યુ થયું હતું. આ ઇસમની અંદાજે ૪૦ વર્ષની ઉંમર હોવાનું માલુલ પડેલ છે.
આ અજાણ્યા પુરુષના ખિસ્સામાંથી કુનહેલ – બામણિયા સુધીની રેલ્વે ટીકીટ પણ મળેલ છે. મરનાર આ અજાણ્યા પુરુષ મજબૂત બાંધાનો, શરીરે ઘઉંવર્ણ, શરીર ઉપર આછા પીળા કલરનો લીટીવાળો આંખી બાયનું શર્ટ અને કમરે કાળા કલરની લીટીવાળું પેન્ટ પહેરેલ છે. રમણભાઈ માનસીગભાઈ હેડ કોન્સ્ટેબલ દાહોદ રેલ્વે પોલીસ સ્ટેશન, દાહોદનાઓ દ્વારા આ ઘટનાની તપાસ કરવામાં આવી છે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવી.