દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાનાં મુખ્ય મથક લીમખેડા ખાતે આવેલ તાલુકા વિકાસ અધિકારીની કચેરીના મનરેગા વિભાગમાં ટેકનીકલ આસિસ્ટંટ તરીકે ફરજ બજાવતા હિતેશકુમાર કાંતીલાલ પંચાલ રહે. પથ્થર તલાવડી, હનુમાનજી મંદિર પાસે, અંકલેશ્વર મહાદેવ રોડ, ગોધરા, જિ.પંચમહાલ ગત તા.૦૬/૦૬/૨૦૧૯ ગુરુવારના રોજ એક ખેડુતની જમીનમાં સરકારશ્રીની મનરેગા યોજના હેઠળ જૂથ કુવો મંજુર થયેલ જે કુવાનુ માપ મેજરમેન્ટ બુકમાં લખવા અને મજુરોની હાજરીનુ મસ્ટર લખવાના કામે રૂપિયા ૧૨,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી, ફરિયાદી અને ટેકનીકલ આસિસ્ટંટ હિતેશ વચ્ચે લાંચની રકમ બાબતે રક-ઝકના અંતે રૂ.૧૦,૦૦૦/- લાંચની રકમ પેટે આપવાની નક્કી થયુ પરંતુ ફરીયાદી લાંચ આપવા માંગતા ન હોઈ તેને પંચમહાલ A.C.B. નો સંપર્ક કરતા ફરીયાદીની ફરીયાદના આધારે ગત રોજ ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન ફરીયાદી પાસે રૂપિયા ૧૦,૦૦૦/- લાંચની રકમ મનરેગા વિભાગમાં ટેકનીકલ આસિસ્ટંટ તરીકે ફરજ બજાવતા હિતેશકુમાર કાંતીલાલ પંચાલે લીમખેડાની તાલુકા વિકાસ અધિકારીની કચેરીની બાજુમાં આવેલ બંધ ક્વાર્ટરના કમ્પાઉન્ડમાં સ્વીકારતા તે દરમિયાન A.C.B. ઇન્ચાર્જ મદદનીશ નિયામક એન.પી. ગોહિલના માર્ગદર્શન હેઠળ A.C.B. પો.ઇન્સ. જે.એમ.ડામોર, પંચમહાલ A.C.B.પોલીસ સ્ટેશન ગોધરા તથા ટીમ દ્વારા રંગે હાથે રૂપિયા ૧૦૦૦૦/- ની લાંચ લેતા ઝડપાઇ ગયેલ છે.
HomeLimkheda - લીમખેડા🅱reaking : દાહોદના લીમખેડા તાલુકા પંચાયતમાં મનરેગા વિભાગમાં ટેકનિકલ આસી.તરીકે ફરજ બજાવતો...