દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનાં મુખ્ય મથક ફતેપુરના નવા તળાવ ગામે કાંતિભાઈ થાવરાભાઈ ગરસિયાએ પોતાની પત્નીને કોઈ અગમ્ય કારણસાર તલવાર ગાળાના ભાગે મારી ગળું કાપી હત્યા કરી દીધી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ ફતેપુરાના નવા તળાવ ગામના કાંતિભાઈ થાવરાભાઇ ગરાસીયાના લગ્ન બચુભાઈ બીજીયાભાઈ ડીન્ડોર રહે.વાંદરિયાના ભત્રીજી સોમલીબેન ડિંડોર જોડે થયેલ. ગત રાત્રીના અંદાજે ૦૩:૩૦ કલાકે ઘરમાં કાંતિભાઈ અને પત્ની સોમલીબેન વચ્ચે કોઈક અગમ્ય કારણસર ઝઘડો થતાં ઉશ્કેરાઈને કાંતિભાઈએ તેમની પત્નીના ગાળાના ભાગે તલવાર વડે મારતા તેમની પત્નીનું ગળું કપાઈ ગયેલ જે કારણે સોમલીબેનનું મૃત્યુ થયું હતું. સોમળીબેનના હત્યાની જાણ સમાભાઈ ડિંડોરે બચુભાઈને જણાવેલ અને કહેલ કે તમારા ભાઈની છોકરી સોમલીબેનને તેના ઘરવાળા કાંતિભાઈએ ગળું કાપી મારી નાખેલ છે. તેવા સમાચાર ગામના સરપંચ દ્વારા જાણવા મળેલ છે. જેથી અમો નવા તળાવ ગયા ત્યાં જઈને જોયું તો કાંતિભાઈના ઘરે તે પોતે, તેમની માતા, તેમનો ભાઈ અને નાની છોકરી અને આજુબાજુના માણસો ભેગા થયેલ હતા. અમો ઘરમાં જઈને જોયું તો સોમલીબેન લોહીલુહાણ હાલતમાં ઊંધી પડેલ હતી અને તેનું ગળું કપાઈ ગયેલ હતું. ત્યારે અમોએ બધાને પૂછ્યું ત્યારે તેમની નાની છોકરી એ જણાવ્યુ કે મારી માં, મારા પપ્પા બંને જણા સવારના સાડા ત્રણ વાગ્યાના ઝઘડો કરતાં હતા. અને મને અને મારી દાદીને કહ્યું કે તમો અહીથી જતાં રહો. તે કહી મારી પાછળ પડતાં હું ઘરમાં જ સંતાઈ ગઈ અને મારા પિતાએ મારી મને તલવારનો ઝટકો ગાળાના ભાગે મારી, મારી નાખતા અમો ફતેપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા આવેલ. જેથી પોલીસે ફરિયાદ નોંધી મોતનો ગુન્હો નોંધી કાંતિભાઈની ભાળ મેળવી તેને પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી આગળની કાર્યવાહી કરેલ છે.