- દાહોદ જિલ્લા સાંસદએ દાસા ગામે દાહોદ જિલ્લામાં ભાજપના જીતની આશા સાથે કર્યું મતદાન લોકોને 100 ટકા મતદાન માટે કરી અપીલ
- દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયારએ પણ પોતાના પત્ની સાથે કર્યું મતદાન. અને લોકોને મતદાન અવશ્ય કરવા આહ્વાન કર્યું.
દાહોદ જિલ્લાની 6 વિધાનસભા ઉપર શરૂ થઈ ગયું છે મતદાન. દાહોદ જિલ્લાની 131 – લીમખેડા વિધાનસભાની સીટ ઉપરથી દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરના ભાઈ શૈલેષ ભાભોર છે ઉમેદવાર. તેમને પણ કર્યું મતદાન. વહેલી સવારથી રણધિકપુરના બુથો ઉપર લાગી કતારો. લોકો ઉત્સાહ સાથે કરી રહ્યા છે મતદાન. દાહોદ જિલ્લા સાંસદનો ગઢ ગણાતી આ લીમખેડા સીટ ઉપર થઈ રહ્યું છે પૂરજોશમાં મતદાન.
દાહોદ જિલ્લામાં ૧૨૯ – ફતેપુરા વિધાનસભાના ઉમેદવાર રમેશભાઈ કટારાએ હિંગલા થી, ૧૩૦ – ઝાલોદ વિધાનસભાના ઉમેદવાર મહેશભાઈ ભુરીયાએ રૂપાખેડાથી, ૧૩૧ – લીમખેડા વિધાનસભાના ઉમેદવાર શૈલેષભાઈ ભાભોરે દાસા ગામે, ૧૩૨ – દાહોદ વિધાનસભાના ઉમેદવારે કનૈયાલાલ કિશોરીએ ભાટીવાડા ખાતે કર્યું મતદાન, ૧૩૩ – ગરબાડા વિધાનસભાના ઉમેદવાર મહેન્દ્ર ભાભોરએ ખરજમાં કર્યું મતદાન, ૧૩૪ – દેવગઢ બારીયાના ઉમેદવાર બચુભાઈ ખાબડએ ધાનપુર તાલુકાનાં પીપેરોમાં કર્યું મતદાન. દાહોદ જિલ્લામાં શાંતિ પૂર્ણ માહોલમાં હાલમાં મતદાન ચાલી રહ્યું છે.