
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદમાં આ બીજા દિવસે ફરી નડ્યો બસને અકસ્માત. દાહોદ નજીક આવેલ રામપુરા ખાતે એસ.ટી. બસ અને આઇસર વચ્ચે થયો અકસ્માત. ભુજ થી દાહોદ તરફ આવતી એસ.ટી બસને નડ્યો અકસ્માત. એસ.ટી. બસનું સ્ટેરીંગ લોક થતા સર્જાયો અકસ્માત. આઇસર ગાડીને ટકકર મારી બસ રસ્તા ઉપરથી નીચે ત્રીસ ફૂટ ઊંડા ખાડામાં ઉતરી ગઈ. એસ.ટી. બસ ખાડામાં ઊતરી જતા 8 પેસેન્જર ઘાયલ. ઘાયલો પેસેન્જરોને દાહોદ સરકારી દવાખાને ખસેડાયા. પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી