દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનાં મુખ્ય મથક ફતેપુરમાં દારૂ અને જુગારની પ્રવૃતિને નેસ્તનાબુદ કરવા માટે ઉપલા અધિકારીઓ દ્વારા સૂચના આધારિત PSI બરંડા તેમજ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન ડુંગર ગામે આવતા ખાનગી રાહે બાતમી મળેલ કે એક તુફાન ગાડી GJ-O9 BG-6931 માં ઇંગ્લિશ દારૂ ભરી ઝેર ગામથી મહીસાગર જિલ્લા તરફ જવાની છે. જેથી બે પંચો બોલાવી રસ્તા ઉપર આડ મુકી અને વચમાં ઉભેલ હતાં તે દરમિયાન તુફાન ગાડી આવતા રસ્તા ઉપર આડ જણાતાં ગાડી ઉભી રાખેલ હતી અને ગાડીમાંથી બે ઈસમો અંધારાનો લાભ લઈ ભાગવાની કોશિશ કરતા પોલીસના માણસોએ બેટરીના અજવાળે એક ઈસમને પકડી પાડયો હતો અને ગાડી ચેક કરતાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની 27 પેટીઓ મળી આવેલ, જેમાં બિયર તેમજ નાની – મોટી કુલ 768 નંગ બોટલો કિંમત રૂ 83,760/- અને ગાડીની કિંમત રૂપિયા 2 લાખ અને મોબાઇલની કિંમત રૂપિયા 500/- મળી કુલ રૂપિયા 2,84,260/- નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી નટુ પારગી રહે. ડુંગરનાઓની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આમ ફતેપુરા પોલીસને કોલેટી કેસમાં સફળતા મળેલ છે. વધુ તપાસ પોલીસ કરી રહેલ છે.
Breaking : ફતેપુરા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન રૂ. 83,760/- નો દારૂ સાથે કુલ રૂ. 2,84,260/- નો મુદ્દામાલ સાથે 1 વ્યક્તિને ઝડપવામાં મળેલ સફળતા
RELATED ARTICLES