- દાહોદ જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે દ્વારા તમામ પરીક્ષા સ્થળોએ CCTV ઉપરાંત અન્ય સુરક્ષાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ.
- દાહોદ જિલ્લામાં કુલ ૨૩ પરીક્ષા કેન્દ્રો પર કુલ ૬૦૫૩ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે.
દાહોદ જિલ્લા સેવા સદન ખાતે કલેકટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતા હેઠળ દાહોદ જિલ્લામા લેવાનાર GPSC ની પરીક્ષાના સુચારુ આયોજન માટે બેઠક યોજવામાં આવી હતી. ગુજરાત જાહેર સેવા આયોગ આયોજિત રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ – ૩ ની પ્રિલીમિનરી પરીક્ષા દાહોદ તાલુકામાં કુલ ૨૩ પરીક્ષા કેન્દ્રો પર કુલ ૬૦૫૩ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે.
આ બેઠક દરમ્યાન પરીક્ષા નિમિત્તે કરવામાં આવતા જરૂરી ફેરફાર, સ્ટ્રોંગ રૂમની સુરક્ષા માટેની વ્યવસ્થા સહિત તમામ પ્રકારની લેવાની સાવચેતી અંગે વિસ્તાર પૂર્વક ચર્ચા અને સુચના સહિત માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ. પરીક્ષા દરમ્યાન નિયુક્ત કરેલ તમામ અધિકારીઓએ પરીક્ષાની તમામ પ્રકારની જવાબદારી નિભાવવાની રહેશે.
ઉમેદવારોએ પોતાની સાથે I-Card અને કોલ લેટર ફરજીયાતપણે રાખવા અને જે તે સુરક્ષા અધિકારીઓએ ઉમેદવારોના I-Card અને કોલ લેટરને ચેક કરવાના રહેશે. એમ આ બેઠક દરમ્યાન જણાવાયું હતું. સાથોસાથ ઉમેદવારને મોબાઈલ ફોન / સ્માર્ટ વોચ / ઈયર ફોન / સેલ્યુલર ફોન / કેલક્યુલેટર કે અન્ય કોઈ ઈલેક્ટ્રોનિક્સ ડિવાઈસ સાથે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મેળવવાની સખ્ત મનાઈ છે.
જો કોઈ ઉમેદવાર મોબાઈલ ફોન / સ્માર્ટ વોચ / ઇયર ફોન / સેલ્યુલર ફોન / કેલક્યુલેટર કે અન્ય કોઈ ઈલેક્ટ્રોનિક્સ ડિવાઈસ સાથે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મેળવશે તો, તેને ગેરશિસ્ત ગણવામાં આવશે અને ઉમેદવારની ઉમેદવારી રદબાતલ કરવા તેમજ ફોજદારી કાર્યવાહી કરવા સહિતના પગલાં લેવામાં આવશે. તેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવી.
આ દરમ્યાન નિવાસી અધિક કલેક્ટર જે.એમ.રાવલ, Dy. S.P. એસ. ડી. રાઠોડ, દાહોદ પ્રાંત અધિકારી મિલિન્દ દવે સહિત તમામ પ્રાંત અધિકારીઓ, જિલ્લા શિક્ષણાધિકારી એસ.એલ. દામા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એ.એ. બારીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઉદય ટીલાવત, નગરપાલિકા ચીફ ઓફિસર યશપાલસિંહ વાઘેલા, પુરવઠા અધિકારી મિતેશ વસાવા તેમજ અન્ય અધિકારીઓ સહિત દાહોદ જિલ્લાની શાળાઓના આચાર્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.