N.T.P.C. કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં આવેલ સેતુ વિદ્યાલયમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, તમાકુના સેવનથી દર વર્ષે વિશ્વમાં ૫૫ લાખથી વધુ લોકો મોતને ભેટે છે. ભારતમાં દર વર્ષે ૧૦ લાખથી વધુ લોકો તમાકુના સેવનના કારણે મૃત્યુ પામે છે. ભારતમાં તમાકુના સેવનથી દરરોજ ૨૭૦૦થી વધુ લોકો મૃત્યુ પામે છે અને દર મિનીટે બે વ્યક્તિ મોતને ભેટે છે. ભારતમાં કેન્સરના ૧૦૦ પૈકી ૪૦ કેસો તમાકુ સાથે સંકળાયેલા હોય છે અને મોઢાના કેન્સરના લગભગ ૯૫ ટકા જેટલા કેસો તમાકુના સેવનના લીધે થાય છે.
HomeViramgam - વિરમગામN.T.P.C. કાર્યક્રમ અંતર્ગત વિરમગામમાં આવેલ સેતુ વિદ્યાલયમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું