૨૬મી જાન્યુઆરી ૨૦૧૬ પ્રજાસત્તાક દિનનો પર્વ નિમિત્તે દાહોદ શહેરમાં આવેલી જયશ્રી મારુતિ નંદન કિસાન વિકાસ એજ્યુકેશન ટ્રસ્ટ, સુખસર સંચાલિત અનાથ અને નિરાધાર બાળકોની સંસ્થા ચિલ્ડ્રન હોમ અને આદર્શ માધ્ય. અને ઉ. માધ્ય. શાળામાં લાઇન્સ ક્લબ, દાહોદ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો. લાયન્સ ક્લબ દાહોદ ના પ્રમુખ લા. ફિરોઝભાઈ લેનવાલા અને સંસ્થા ના પ્રમુખ વિષ્ણુભાઈ પંચાલના વરદહસ્તે ધ્વજ ફરકાવવામા આવ્યો હતો. આ પ્રસંગે સંસ્થાના મંત્રી અને લાયન ડિસ્ટ્રીકટ ચેરમેન લા. ભરત પંચાલ, ઝોન ચેરમેન આસીફ મલવાસી, ડીસી લા. મહંમદભાઈ જાંબુઘોડા, લા. સત્યેંદ્રસિંહ સોલંકી, લા. અનિલભાઈ અગ્રવાલ, લા. તાહેરભાઈ બાજી, લાયન ઉપપ્રમુખ અમામાબેન મલવાસી, ફર્સ્ટ લાયન લેડી યાસ્મીનબેન લેનવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન પછી સંસ્થાના પ્રમુખ વિષ્ણુભાઈ પંચાલે ગણતંત્ર દિવસની સૌ બાળકોને શુભેચ્છા પાઠવી હતી. લાયન્સ પ્રમુખ ફિરોઝભાઈ લેનવાલાએ બાળકોને અભ્યાસ કરીને પોતાના જીવનમાં આગળ આવી દેશનું નામ રોશન કરવા જણાવ્યુ હતું.
ઝોન ચેરમેન આસીફ મલવાસીએ વિદ્યાર્થીઓને આઝાદીને સાચા અર્થમાં સાર્થક કરવા પોતાના વિદ્યાર્થીકાળનો સદઉપયોગ કરી સમાજમાં આગવું સ્થાન પ્રાપ્ત કરવા જણાવ્યુ હતું. તેમણે તેમણે વડાપ્રધાનના સ્વચ્છતા મિશનની પણ વાત કરી હતી. આ પ્રસંગે લા. સત્યેંદ્રસિંહ સોલંકી દ્વારા બાળકોને આધુનિક ટેકનોલોજી યુગમાં ભણતર દ્વાર જ સિદ્ધિ પ્રાપ્ત કરી શકાશે તે વિષે સુંદર વક્તવ્ય આપ્યું હતું. લા. તહેરભાઈ બાજી દ્વારા આઝાદીના પર્વની ઉજવણી વિશે બાળકોને વિસ્તૃત જાણકારી આપી હતી. સંસ્થાના મંત્રી ભરતભાઈ પંચાલ દ્વારા સૌને શુભેચ્છા પાઠવી હતી.