Pritesh Panchal Limdi – IMPACT NEWS
લીમડી ચાકલીયા જતો રટેટ હાઇવે ઉપર ઠેર ઠેર ખાડા પડી જતા વાહન ચાલકો ને ભારે મુશ્કેલી વેઠવી પડે છે ઝાલોદ તાલુકાના લીમડીથી ચાકલીયા જતો અને મધ્યપ્રદેશ ને જોડતો હાઇવે રોડ ઉપર ધણા ઉડા ખાડાઓ પડી ગયેલા જોવા મળી રહ્યા છે. એક તરફ રાજય સરકાર ગામડાઓ સુધી પાકી સડકો ના બણગા ફુકી રહી છે ત્યારે બંને રાજય ને જોડતો હાઇવે રોડની હાલત દયાજનક જોવા મળી રહી છે. લોક ચર્ચાઓ મુજબ આ રોડ માત્ર કાગળો ઉપર બનાવેલો હોવાનુ સાંભળવા મળેલ છે ત્યારે સરકાર ના કર્મચારી પાસે આ રોડની માહીતી અમારા પ્રતિનિધિ એ કોલ કરી જાણવા માટે કોશિશ કરતા સરકારી બાબુઓ એ ફોન ઉઠાવાની તસ્દી પણ ન લીધી. ત્યારે શુ આ રોડ ખરેખર તો કાગળો પર હોય ને તેવી શંકા ઓ મજબુત થાય છે કે કારણ કે સમગ્ર તાલુકા રોડ વિષે ચર્ચાઓએ જોર પકડ્યું છે. જો નથી તો શું આ રોડ બનાવના સમયેજ ગેરરીતી તો નથી આચરવામાં આવી ? ગમે તે હોય આજે તો માજ ગયા ગણાય કારણકે નથી આ રોડ બરોબર કે નથી આ સરકારી બાબુઓ આ બાબતે કોઈ તસ્દી લઇ ને ઠોસ પગલા ભરતા. તો શું આ સ્ટેટ હાઇવે આજ પરિસ્થિતિ માં રેહશે કે પછી આ બાબતે કરાવીને આ રોડ બનાવડાવશે એ તો હવે આવનાર સમાજ બતાવશે.
આ લેખ NEWSTOK24માં 23 તારીખે પુબ્લીશ થતા માત્ર 48 સીધી અસર થતા અધિકારિયોએ દોધામ કરી તાત્કાલિક આ માર્ગને સુધારવાની કામગીરી પૂર્ણ કરી હતી.
લીમડી ચાકલીયા થઈ મદયપદેશ જતો રટેટ હાઇવે ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા હતા જે અંગે ના સમાચાર ન્યુઝ ટોક ૨૪ ઉપર આવેલા જેના પગલે રટેટ હાઇવે ના અધિકારીઓ સફાળા જાગી સત્વરે લીમડીથી ચાકલીયા જતો રરતો માગઁ ઉપર પેચીગ કામ કરી પડી ગયેલ ખાડા ભયાઁ હતા જેના પગલે વાહન ચાલકોમા આનંદ છવાઈ ગયો હતો. આ અંગે ચાકલીયા શાળાના આચાર્ય મુનીયા લક્ષ્મણભાઇ સાથે વાતચીત દરમિયાન NEWSTOK24 ની ટીમેં ને લોક પશ્રો ને વાચા આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.