Sunday, April 20, 2025
Google search engine
HomeDahod - દાહોદPoint Blank : Covid-19 ના લોકડાઉનમાં અમિત શાહ એ કાશ્મીરને વર્ષો જુના...

Point Blank : Covid-19 ના લોકડાઉનમાં અમિત શાહ એ કાશ્મીરને વર્ષો જુના લોકડાઉનમાંથી આપી મુક્તિ

 EDITOR IN CHIEF –– NEHAL SHAH 
હાલ સમગ્ર વિશ્વમાં અને ભારત દેશમાં કોરોના વાયરસની ગંભીર પરિસ્થિતિ ચાલી રહી છે ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાને દેશમાંથી નાથવા માટે સઘન પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે  લોકોના આરોગ્યની ચિંતા કરી લોકોની સુખાકારી માટે ઘણા પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય કે બહુ લાંબા સમય થી ભારતીય રાજનીતિના ચાણક્ય અને ભાજપના બીજા નંબરના કદાવર નેતા અમિત શાહ હાલ શું કરી રહ્યા છે? તો એ પ્રશ્ન ને લઈને અમે થોડી ઘણી છણાવટ કરી અને જાણવાનો પ્રયાસ કર્યો કે હાલ તેઓ કરી શું રહ્યા છે ? અને અત્યારે તેઓ કઈ એક્ટિવિટી સાથે સંકળાયેલા છે ?
તો દેશના ગૃહમંત્રી અમિત શાહે લોકડાઉનમાં જમ્મુ-કાશ્મીરના કાયદાઓમાં ઘરખમ ફેરફારો કરી દીધા છે. અમુક બદલાવોને કારણે વિપક્ષને અને લિબરલ ગેંગને પેટમાં જરૂર દુખશે. તો ચાલો માહિતી મેળવીએ કે જમ્મુ – કાશ્મીરમાં કેવા મોટા ફેરફાર થયા. વિશ્વભરમાં લોકડાઉન છે ત્યારે જમ્મુ – કાશ્મીરના કાયદામાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે.
  • 5 લાખથી વધુ હિન્દુ અને શીખ પરિવારો જમ્મુ – કાશ્મીરના કાયમી નિવાસી બન્યા.
  • મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલાને મળતી તમામ સુવિધાઓ અને ભથ્થાઓ બંધ.
  • જમ્મુ કશ્મીરની યુનિવર્સિટીઓમાં મુખ્યપ્રધાનનો હસ્તક્ષેપ દૂર થયો.
  • જમ્મુ કાશ્મીરની તમામ યુનિવર્સિટીઓના કુલપતિ તરીકે લેફટનન્ટ ગવર્નરની નિયુક્તિ.
  • હિન્દુઓના તીર્થ સ્થાનો પર રાજ્ય સરકારનું આધિપત્ય દૂર થયું.
  • 1990માં કાશ્મીર છોડી ગયેલા હિન્દુઓની મિલકતો પચાવી પાડનાર પાસેથી સક્ષમ અધિકારીઓ મિલકત ખાલી કરાવી શકશે.
  • ગોલ્ફ અને અન્ય ક્લબો પરથી જમ્મુ- કાશ્મીર સરકારનું નિયંત્રણ હટ્યું.
  • અલગાવવાદીઓને જમ્મુ – કાશ્મીરની બહાર આવેલી જેલોમાં ટ્રાન્સફર કરી શકાશે.
  • સચિવાલયને જમ્મુ કશમીર ખસેડાવવી જરૂર નહીં, જમ્મુથી જ સચિવાલયની કામગીરી થશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments