Wednesday, January 22, 2025
Google search engine
HomeDahod - દાહોદR.T.E. અંતર્ગત બાળકોને શાળામાં નિ:શુલ્ક પ્રવેશ માટે તા. ૨૫ જુન થી તા....

R.T.E. અંતર્ગત બાળકોને શાળામાં નિ:શુલ્ક પ્રવેશ માટે તા. ૨૫ જુન થી તા. ૫ જુલાઇ સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે

 THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS 

દાહોદ જિલ્લાની ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ – ૧ માં નબળા અને વંચિત જૂથના વાલીઓના બાળકોને નિ:શુલ્ક પ્રવેશ યોજના હેઠળ ઓનલાઇન પ્રવેશ ફોર્મ તા. ૨૫ જુન થી ૫ જુલાઇ સુધીમાં ઓનલાઇન http://rte.orpgujarat.com વેબસાઇટ પર ભરી જરૂરી પુરાવા અપલોડ કરી શકાશે. RTE એક્ટ ૨૦૦૯ હેઠળ આ લાભ આપવામાં આવશે. યોજનાની માહિતી મેળવવા જિલ્લા કક્ષાની હેલ્પલાઇન નંબર ૦૨૬૭૩ – ૨૩૯૧૧૩ – (જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી) નો સંપર્ક કરી શકાશે. આ ઉપરાંત આ યોજનાની માહિતી મેળવવા તાલુકા કક્ષાએ હેલ્પ ડેસ્ક પરથી માહિતી મેળવી શકાશે.

 THIS NEWS IS POWERED BY –– RAHUL HONDA 

જેમાં દાહોદ તાલુકા માટે દક્ષેશ પ્રજાપતિ – ૯૪૨૯૨૯૪૮૨૭, જીતુભાઇ પટેલ – ૮૧૬૦૧૪૨૭૪૬, ઝાલોદ તાલુકા માટે દિનેશ ભૂરિયા – ૯૮૭૯૭૮૦૯૫૬, ચંદ્વભાણસિંહ રાઠોડ – ૯૭૧૪૫૭૦૫૨૫, ફતેપુરા તાલુકા માટે હરેશ ગોહિલ – ૯૭૨૩૩૧૧૯૪૭, ગિરવિરસિંહ પુવાર – ૯૮૨૫૨૯૬૪૩૩, લીમખેડા તાલુકા તેમજ સીંગવડ તાલુકા માટે નિલેશ પ્રજાપતિ – ૯૯૨૫૯૭૮૦૦૨, અંજના પંચાલ – ૯૪૨૬૯૩૩૩૧૦, દેવગઢ બારીયા તાલુકા માટે – અરવિંદ પરમાર – ૯૯૯૮૨૯૧૬૭૯, રાજેન્દ્ર જાદવ – ૯૯૭૯૭૫૧૬૦૫, ગરબાડા તાલુકા માટે – ગિરિશ પરમાર – ૯૪૨૮૯૦૪૨૬૪, શ્રેયશ ડાબર – ૮૧૪૧૧૬૯૨૪૬, ધાનપુર તાલુકા માટે ટીનુ તડવી – ૯૬૩૮૦૧૮૬૭૧, અશોક બારીયા – ૮૮૪૯૮૦૭૭૫૭, સંજેલી તાલુકા માટે જગદીશ કમોળ – ૯૯૨૫૪૬૧૬૪૨, રોહિત પટેલ – ૮૮૪૯૩૮૬૫૬૬ નો સંપર્ક કરી વિગતવાર માહિતી મેળવી શકાશે.

આ યોજના માટે ૧ જુન, ૨૦૨૧ ના રોજ પાંચ વર્ષ પૂર્ણ કર્યા હોય તે બાળકને પ્રવેશ અપાશે. વર્ષ ૨૦૨૧-૨૨ માં ધોરણ ૧ થી ૮ માં ભણતાં બાળકોને આ યોજના લાગુ પડશે નહી. આ યોજનાનો લાભ લેવા માટે આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં ૧.૨૦ લાખ અને શહેરી વિસ્તાર માટે ૧.૫૦ લાખ રહેશે. ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભર્યા બાદ તેની પ્રિન્ટ, તેમજ તેની સાથેના આધાર પૂરાવા અપલોડ કરવાના રહેશે તેમજ અપલોડ પછી તેને સાચવી રાખવાના રહેશે. દાહોદના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખે એક યાદીમાં ઉક્ત માહિતી આપી છે.

 CLEAN YOUR HAND REGULARLY WITH POMEGRANATE HAND SANITIZER 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments