SIR અંતર્ગત દાહોદ કલેક્ટર કચેરી ખાતે ભારત ચૂંટણી પંચ, નવી દિલ્હીના અધ્યક્ષ સ્થાને વિડીયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી.
ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત રાજ્યમાં ચાલી રહેલી SIR ની કામગીરીની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં તમામ જિલ્લા કલેક્ટરશ્રીને SIR ની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે તમામ અધિકારીઓ સાથે સંકલન કરી રોજે-રોજની કરેલ કામગીરીની માહિતી મેળવી ઝડપથી કામગીરી કરવા જણાવ્યું હતું. એ સાથે જ કામગીરીમાં કોઈ મુશ્કેલી પડતી હોય જેવી કે, BLO એપ માં વેબ સાઇટમાં કોઈપણ પ્રકારની મૂશ્કેલી હોય તો CEO ની કચેરીની IT Team મારફતે મોકલી આપવા જણાવ્યું હતું. જેથી તાત્કાલિક જે – તે સમસ્યા ને દૂર કરી શકાય.
આ વિડીયો કોન્ફરન્સમાં જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટર યોગેશ નિરગુડે, નાયબ ચૂંટણી અધિકારી હેતલ વસૈયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, મહેસુલ અધિકારી, પ્રાંત અધિકારી દાહોદ, પ્રાંત અધિકારી ઝાલોદ, પ્રાંત અધિકારી દેવગઢ બારીયા, પ્રાંત અધિકારી લીમખેડા, જિલ્લા પુરવઠા અધિકારી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ – કર્મચારીઓ ઊપસ્થિત રહયા હતા.


