Priyank Chauhan Garbada
દાહોદ દરજી સમાજનાં પાંચ પરગણાનાં પરમાર અને સોલંકી પરિવારોના પૂર્વજોનાં ગાથલાજી ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે ટુંકી રોડ ઉપર આવેલ છે અને આ બંને પરિવારો વાર તહેવારે તેમના પૂર્વજોના ગાથલાજીના મંદિરે દર્શને આવે છે અને પૂજા અર્ચના કરેછે. આ બંને પરિવારોમાં કોઈપણ માંગલિક પ્રસંગ હોય ત્યારે સૌપ્રથમ ગાથલાજીને આમંત્રિત કરવામાં આવે છે.
ગત વર્ષની જેમ આ વર્ષે પણ આજરોજ તારીખ.૨૪/૧૦/૨૦૧૭ નાં રોજ ગાંગરડી ખાતે દરજી સમાજના ગાથલાજી મંદિરે દાહોદ દરજીસમાજનાં પાંચ પરગણાનાં પરમાર અને સોલંકી પરિવારનાં સ્નેહમિલનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ અને પરમાર અને સોલંકી પરિવારનાં લોકોએ તેમના પૂર્વજોનાં ગાથલાજીના દર્શન કરી પૂજન અર્ચન કર્યું હતું. આ કાર્યક્રમની સાથે સાથે સવારમાં ગાયત્રી યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો અને યજ્ઞની પૂર્ણાહુતિ બાદ બપોરે બાર કલાકે પ્રસાદીરૂપે ભોજન સમારંભ