ખેડા સિરપકાંડમાં 5 વ્યક્તિનાં મોત નિપજ્યા હતા. જે બાદ પોલીસ દ્વારા પાંચ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. જેમાંથી ત્રણ શખ્શોની પોલીસે અટકાયત કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 10 દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા. તે સંદર્ભે તા.૦૨/૧૨/૨૦૨૩ ને શનિવારના રોજ ફતેપુરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. તડવી દ્વારા મેડિકલ સ્ટોરના માલિકોને બોલાવી તેમના મિટીંગ કરવામાં આવી હતી અને તેઓને જણાવ્યું હતું કે આપની પાસે કોઈ આવા સીરપ છે કે કેમ ? તે બાબતે મેડિકલ સ્ટોરના માલિકોએ જણાવેલ કે અમારી પાસે કોઈ આવો સીરપ નથી. ત્યારે PSI તડવી એ વધુમાં તેઓને કહ્યું કે કોઈપણ નશાખોરી વાળા આયુર્વેદિક સીરપ હોય તો તેનું વેચાણ કરવું નહીં અને જરૂરી અન્ય સૂચનો કર્યા હતા.
ખેડા સિરપકાંડમાં 5 વ્યક્તિનાં મોત નિપજતા ફતેપુરા PSI તડવીએ ગામના મેડિકલ સ્ટોરના માલિકો સાથે મિટીંગ કરી, કર્યાં જરૂરી સૂચનો
RELATED ARTICLES