ગરબાડામાં કોંગ્રેસ દ્વારા પાણી યાત્રાનું યોજાઇ

0
402

 Priyank-new-Passport-Pic-258x300(1) logo-newstok-272-150x53(1)

        Priyank Chauhan – Garbada

રાજ્ય સરકારના આગોતરા આયોજનના અભાવના કારણે આખા ગુજરાત રાજ્યમાં ઊભી થયેલી પીવાના પાણીની વિકટ સમસ્યાને લીધે પાણીના પ્રશ્ને પ્રજાની મુશ્કેલી અને આક્રોસને વાચા આપવા અને જનજાગૃતિ લાવવાના હેતુસર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા તારીખ ૨૬ એપ્રિલ ૨૦૧૬ થી તારીખ ૨૮ એપ્રિલ ૨૦૧૬ સુધી પાણી યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે.

        દાહોદ જિલ્લા જીલ્લામાં પીવાના પાણી અને ઢોરો માટે ઘાંસચારાની તંગી ને લીધે જે વિકટ પરિસ્થિતી ઊભી થયેલ છે તેને ઉજાગર કરવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ મુજબ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં પાણી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે આજરોજ તારીખ.૨૭/૦૪/૨૦૧૬ ના રોજ ગરબાડા ખાતે ગરબાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પાણી યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને મહિલાઓએ માથે ઘાંસના પુળા તથા ખાલી માટલાં મૂકી પાણી અને ઘાંસચારાની માંગના સૂત્રોચાર સાથે રેલી કાઢી ગરબાડામાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા પ્રસંગને અનુરૂપ સંબોધન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ ગરબાડા ગ્રામ પંચાયતના પટાંગણમાં સૂત્રોચાર કરી માટલા ફોડી પાણીની સમસ્યા અંગે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને પાણી યાત્રાને આગળ ગાંગરડી તરફ પ્રસ્થાન કરવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here