ગરબાડા-અલીરાજપુર હાઇવે ઉપર બાઇક-બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકજ પરિવારનાં ત્રણનાં મોત

0
1051

Priyank new Passport PicNewsTok24 – Priyank chauhan – Garbada

       ગરબાડાઅલીરાજપુર હાઇવે ઉપર આવેલ મિનાકયાર બોર્ડર નજીક મધ્યપ્રદેશની રોડવેજ બસે એક બાઇકને અડફેટમાં લેતા પાટિયાઝોલ ગામનાં એકજ પરિવારનાં ત્રણ વ્યક્તિઓના મોત થયેલ છે. આ અકસ્માતના પગલે પાટિયાઝોલ ગામમાં અને ખાસ કરીને મૃતકોના પરિવારમાં ગમગીની ફેલાઈ ગયેલ છે.

                                      જાણવા મળ્યા મુજબ, ગરબાડા તાલુકાનાં પાટિયાઝોલ ગામનાં બિલવાલ છગનભાઇ કાનજીભાઇ, બિલવાલ ચૂનિયાભાઇ પશવાભાઇ તથા બિલવાલ સુનિલભાઈ તેરસિંગ મધ્યપ્રદેશ તરફથી બાઈક ઉપર આવી રહ્યા હતા તે વખતે બપોરનાં સમયે દાહોદથી ભાભરા તરફજતી મધ્યપ્રદેશની રોડવેજ બસ નંબર.
MP-09-FA- 1622 નાં ચાલકે પોતાનાં કબ્જાની બસ ગફલતભરી રીતે અને પુરડપે હંકારી સામેથી આવતી બાઈકને અડફેટમાં લીધી હતી.બસનાં આગલા ટાયર બાઇક ઉપર ફરી વળતાં બાઇકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેમાં ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતા ત્રણ વ્યક્તિઓ પૈકી બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત નિપજ્યાં હતાં.

                                    જ્યારે ત્રીજી વ્યક્તિને 108 મારફતે દાહોદ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડતા ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. આમ, એકજ ગામનાં અને એકજ પરિવાના ત્રણ ઇસમોનાં મોતથીગામમાં ભારે ગમગીની છવાઈ ગયેલ છે. સદર અકસ્માતનાં બનાવ સંબંધી ગરબાડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેવું જાણવા મળેલ છે.

       ઉપરોક્ત તસવીરમાં ત્રણ વ્યકિતઓનો ભોગ લેનાર કાળમુખી બસ દ્રશ્યમાન થાય છે.

 (જાણવા મળ્યા મુજબ અકસ્માતમાં મોતને ભેટનાર ત્રણ ઇસમો પૈકી એક ઈસમ મિનાકયાર બોર્ડર પાસે ભેસો ચરાવવા ગયેલ હતો તે વખતે તેમના ફળિયાનાં બે લોકોને બાઇક ઉપર આવતાં દેખીને બાઇક ઊભી રખાવી તેમની સાથે વાતો કરતાં હતાં તે દરમ્યાન બસે બાઇકને ટક્કર મારતા આ ત્રણેય ઇસમોના મોત થયેલ છે. તેવું જાણવા મળેલછે. )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here