ગરબાડા બસ સ્ટેશનથી મામલતદાર ઓફિસ સુધીનાં સીસી રોડનું ખાતમુર્હુત મંત્રી શંકરભાઇ ચૌધરી તથા મંત્રી કાંતિભાઈ ગામીતનાં વરદ્દ હસ્તે કરવામાં આવ્યું

0
704

Priyank-new-Passport-Pic-258x300(1)logo-newstok-272

 Priyank Chauhan – Garbada

        

ગરબાડા બસ સ્ટેશનથી ગરબાડા મામલતદાર ઓફિસ સુધીનો રસ્તો (ગરબાડા ચંદલા રોડ) કે જે ભૂગર્ભ ગટર લાઇન નાખવાના કારણે તૂટી ગયેલ હોય તે રસ્તાને સરકાર દ્વારા વર્ષ૨૦૧૫-૧૬ માં સુવિધાપથ યોજનામાં રૂ. ૭૫ લાખ સીસી રોડ બનાવવા માટે મંજૂર કરવામાં આવેલ છેજેની ખાતમુર્હુત વિધિ આજરોજ ગુજરાત સરકારના શહેરી ગૃહ નિર્માણ (સ્વતંત્ર હવાલો), આરોગ્ય, પરિવાર કલ્યાણ અને વાહન વ્યવહાર (રા. ક.) મંત્રી શંકરભાઇ ચૌધરી તથા ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યકક્ષાનાં મંત્રી કાંતિભાઈ ગામીતનાં વરદ્દ હસ્તે તથા દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રમીલાબેન ભુરિયા, દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર અને ગરબાડાનાં ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા તથા અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here