THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA
દાહોદ જિલ્લામાં ચુંટણીનો માહોલ ગરમાયો. ગત રોજ તા. ૨૩/૧૧/૨૦૨૨ ને બુધવારના રોજ દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંગી જાહેર સભા યોજાઇ હતી જેમાં માનવ મહેરામણ ઉભરાયું હતું અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનથી બધાના મન મોહી લીધા હતા અને કાર્યકર્તાઓ, સંગઠનના સભ્યો તેમજ ઉમેદવારોમાં ઉત્સાહ અને જોમ વધ્યું હતું. અને તેમની સભા બાદ લોકોમાં ખુબજ ઉત્સાહ જોવા મળ્યો હતો. અને તેના એક દિવસ છોડીને જ એટલે કે આવતી કાલે તા.૨૫/૧૧/૨૦૨૨ ને શુક્રવારના રોજ ઝાલોદ નગરની I.T.I. ની સામે મેદાનમાં સવારના ૧૧:૦૦ કલાકે દેશના ગૃહમંત્રી અમિત શાહની જંગી જાહેર સભા યોજાશે. આ સભાને લઈને દાહોદ જિલ્લા પ્રમુખ શંકરભાઇ આમલીયારની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઇ હતી. અને ત્યારબાદ આ બેઠકમાં ઝાલોદની સભાને લઈને ચર્ચાઓ થઈ હતી. અને ત્યારબાદ સંગઠનના તમામ હોદ્દેદારો ઝાલોદ ખાતે ગયા હતા અને સભા સ્થળની તૈયારીઓમાં જોતરાઈ ગયા હતા. અને મોડી સાંજ સુધી આવતી કાલની ગૃહમંત્રીની સભાની તૈયારોને આખરી ઓપ આપવામાં જોતરાઈ ગયા હતા.
ગત રોજ મોદીની સભા યોજાઇ ત્યારે બીજી તરફ ગૃહ મંત્રી અમિત શાહની સભાને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વધુમાં દાહોદ જિલ્લા પોલીસ વડા, ASP જગદીશ બંગરવા તેમજ Dy.SP ઝાલોદ ડી.આર. પટેલએ સ્ટાફ સાથે સભા સ્થળની મુલાકાત લીધી હતી અને ત્યાં પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો.