Thursday, January 2, 2025
Google search engine
HomeJhalod - ઝાલોદઝાલોદના મહુડી ગામે સંપર્ક થી સમર્થન અંતર્ગત બેઠકો કરતાં ભાજપા મહામંત્રી વનિતાબેન...

ઝાલોદના મહુડી ગામે સંપર્ક થી સમર્થન અંતર્ગત બેઠકો કરતાં ભાજપા મહામંત્રી વનિતાબેન પારગી

આજ રોજ તા.૨૭/૦૬/૨૦૨૩ના રોજ ઝાલોદ તાલુકાના મહુડી ગામે ચોરા ફળિયા અને કટારા ફળિયામાં બુથ સંપર્ક અને જનસંવાદના ભાગરુપે ઘર ઘર સંપર્ક કરવામા આવ્યો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભોથી ગામ લોકોને અવગત કર્યા હતાં, અત્રે એ જણાવવુ જરુરી છે કે ભાજપ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ના ૯ (નવ) વર્ષના શાસન ને સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના શાસન તરિકે ઉજવી રહ્યા છે. સંપર્ક થી સંવાદ અંતર્ગત 9090902024 નંબર પર મિસકોલ કરી સૌને આપણા આદરણીય વડાપ્રધાન અને ભાજપા સાથે જોડેયેલા રહેવા મહિલા મોર્ચા મહામંત્રી વનિતાબેન અજીતદેવ પારગીએ અપીલ કરી હતી.

આજના આ કાર્યક્રમમા ગામના સરપંચ સુરમલભાઈ ગરાસીયા, મતનભાઈ કટારા, બુથ પ્રમુખો, ગામની માતાઓ, બહેનો અને વડીલો ઉપસ્થિત રહ્યાં હતાં. મોર્ચા ઉપાધ્યક્ષ સુર્યાબેન સંગાડાનો પણ સારો એવો સહયોગ મળ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments