![](https://newstok24.com/wp-content/uploads/2024/12/17331986270812720848420155888513.jpg)
દાહોદમાં એક તરફ રસ્તાના કામ ચાલી રહ્યા છે ને બીજી બાજુ રસ્તા ઉપર ફરતા પશુઓની લડાઇ થી કેટલા લોકોને ઈજાઓ થઈ રહી છે અને વાહનોને નુકશાન પણ થયા છે, બે દિવસ અગાઉ દાહોદ સ્ટેશન રોડ પર વિવેકાનંદ સર્કલ પાસે એક સિનિયર સિટીઝન સ્કૂટર ઉપર જતા હતા તેવા સમય રસ્તા ઉપર ફરતા પશુની ટક્કર વાગતાં તે સિનિયર સિટીઝન પુરુષ ટ્રેકટર નીચે પટકાતા તેમનું મોત થયું હતું. જેના કારણે એક પરિવારે છત્ર ગુમાવ્યું હતું અને આ કારણે સમગ્ર વોહરા સમાજ આ મામલે સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ થી રેલી કાઢી નગર સેવાસદન પહોંચી દાહોદ ચીફ ઓફિસરને આવેદન આપી અને આ મામલે ઉગ્ર રજૂઆત કરી હતી અને આ મામલે તાત્કાલિક પગલાં ભરવામાં આવે અને રોડ ઉપર ફરતા પુશુઓ અને દાહોદમાં વધી ગયેલા કૂતરાઓ અને ગધેડાનો પણ સાથે સાથે કાર્યવાહી કરી કાયમી ધોરણે નિકાલ આવે તેવું કરવા માટે રજૂઆત કરી હતી આ મામલે દાહોદ નગર સેવા સદનના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે હાલમાં પશુઓ પકડવાના ટેન્ડર પ્રક્રિયા પ્રોશેશમાં છે અને વહેલી તકે અમે આ ત્રણે પ્રશ્નોના નિકાલ લાવી દઈશું અને જે ઘટના બની એ ન બનવી જોઈએ, એનું મને પણ ખૂબ દૂખ છે અને ભવિષ્યમાં આવા બનાવો ના બને તે માટે કાર્યવાહી કરવામાં આવશે તેવી હું ખાતરી આપું છું.