દાહોદના ખરોડ ખાતે પ્રધાનમંત્રી ઉજજવલા યોજનાના લોન્ચીંગ કાર્યક્રમના આયોજન અંગેની બેઠક યોજાઇ

0
635

logo-newstok-272-150x53(1)EDITORIAL DESK – DAHOD

આગામી તા. ૧૫/૫/૨૦૧૬ ના રોજ દાહોદ તાલુકાના ખરોડ ખાતે કેન્દ્ર સરકારશ્રીની ગરીબ લક્ષી કલ્યાણ યોજના પ્રધાનમંત્રી  ઉજજવલા યોજનાનું લોન્ચીંગ કેન્દ્રીય-પ્રેટ્રોલીયમ મંત્રીશ્રી, ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્‍થાનના મુખ્યમંત્રીશ્રીઓની ઉપસ્‍થિતિમાં થનાર છે. આ કાર્યક્રમના આયોજન અને થયેલ કામગીરીની સમીક્ષા અંગેની આખરી બેઠક જિલ્‍લા કલેકટર શ્રી એમ.એ.ગાંધીની અધ્યક્ષતામાં કલેકટર કચેરી સભાખંડ ખાતે યોજાઇ હતી.

       બેઠકમાં કલેકટરશ્રી એમ.એ.ગાંધીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી  ઉજજવલા યોજનાના કાર્યક્રમમાં આજુ બાજુના જિલ્‍લા સહિત સરહદી રાજયો મધ્યપ્રદેશ અને રાજસ્‍થાનના સરહદી જિલ્‍લાના લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્‍થિત રહેનાર છે. ગરમીની ઋતુ હોઇ તેઓ માટે ખાસ કરીને પીવાના પાણી, છાશ, આરોગ્ય, બેઠક વ્યવસ્‍થા, મહાનુભાવો- પદાધિકારીઓ અને આમ જનતા માટે વાહન પાર્કીંગ વ્યવસ્‍થા, નાસ્‍તાની વ્યવસ્‍થા, મીડિયાની વ્યવસ્‍થા, જરૂરી પાસ વ્યવસ્‍થા, ભોજન વ્યવસ્‍થા, હેલિપેડની વ્યવસ્‍થા, ટ્રાફિક વ્યવસ્‍થા વગેરે અંગે ઝીણવટ ભરી રીતે સંલગ્ન અધિકારીશ્રીઓને થયેલ કામગીરી અંગે પૃચ્છા કરી હતી. બાકી કામગીરી સત્વરે પૂર્ણ કરવા જણાવી તેનો અહેવાલ રજૂ કરવા જણાવ્યું હતું.HONDA NAVI

     વધુમાં ગાંધીએ ફાળવાયેલ કામગીરી સારી રીતે પાર પડે તેની કાળજી રાખવા અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી.

     બેઠકમાં જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી સતિષ પટેલે પાણી, છાશની વ્યવસ્‍થા સાથે સ્‍વચ્છતા જળવાય તેની તકેદારી રાખવા સાથે કાર્યક્રમને અનુલક્ષીને જરૂરી સૂચનો કર્યા હતાં. સમગ્ર બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેકટરશ્રી કે.જે. બોર્ડરે કર્યું હતું.

      બેઠકમાં જિલ્‍લા પોલીસ વડાશ્રી મનોજ નિનામા, પ્રાયોજના વહીવટદારશ્રી બી.ડી.નિનામા, જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી ઉપાધ્યાય, પ્રાંત અધિકારીશ્રીઓ, જિલ્‍લાના અમલીકરણ અધિકારીશ્રીઓ વગેરે ઉપસ્‍થિત રહયા હતા.  

                                 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here