- દાહોદના ગરબાડામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની જંગી સભા યોજાઈ
- દાહોદના ગરબાડામાં યોજાયું વિશાળ વિજય સંકલ્પ સંમેલન અમિત શાહ રહ્યા ઉપસ્થિતિ કોંગ્રેસ ઉપર કર્યા આકરા પ્રહારો
દાહોદના ગરબાડા ખાતે આજે તા.૨૯/૧૧/૨૦૨૨ ને મંગળવારના રોજ યોજાયું વિજય સંકલ્પ સંમેલન. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા. આ સભાની શરૂઆત દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરએ કહ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલ પછી દેશની સુરક્ષા, સલામતી અને આતંકવાદને નાબુદ કરવાવાળા આપણા દેશના ગૃહ મંત્રી અમિતભાઈ શાહ ટૂંક સમયમાં આવી રહ્યા છે ત્યારે હું તેમનું હાર્દિક સ્વાગત કરું છું. કેન્દ્રીય ગૃહ મંત્રીની બધાને રામ રામ કરી ગર્જના કરતા કહ્યું કે કોંગ્રેસીયાઓએ કોઈ વિકાસ કર્યો નથી વિકાસનું કામ માત્ર નરેન્દ્રભાઈ મોદીએ કર્યો છે.
પૂજ્ય ઠક્કર બાપા જેઓનો જન્મ ભાવનગરમાં થયો હતો પણ તેઓની આ કર્મ ભૂમિ દાહોદ રહી છે. તેમને આદિવાસી ઓ માટે જીવન ખપાવ્યું છે, તેમને હું વંદન કરું છું. 2014માં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ કહ્યું કે અમારી સરકાર આદિવાસીઓની સરકાર છે, દલિતોની સરકાર છે અને તેમને આદિવાસીઓના હિતના કામો કરી તે સિદ્ધ કરી બતાવ્યું છે. ભગવાન બિરસા મુંડાની 15 નવેમ્બરે જન્મ જયંતી હતી તે દિવસને આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી.
10 રાજ્યોમાં કરોડો રૂપિયા ખર્ચી મ્યુઝિયમ બનાવ્યા છે, જેમાં ગોવિંદ ગુરુ, ભગવાન બિરસા મુંડાની સ્મૃતિઓ એ મ્યુઝિયમમાં મૂકવામાં આવશે અને આદિવાસીઓની ગાથાને જીવંત રહેશે. 75 વર્ષના દેશના ઇતિહાસમાં 65 વર્ષ કોંગ્રેસ એ રાજ કર્યું પણ કોઈ આદિવાસીને મોટુ ગૌરવ અપાવ્યું પણ આપ્યું નથી માત્ર 10 વર્ષના શાસન કાળમાં ભાજપે દ્રૌપદી મૂર્મુજીને રાષ્ટ્રપતિ બનાવ્યા. આદિવાસી વિસ્તારોમાં કામ મોદી સરકારએ કર્યા, મિત્રો કોંગ્રેસની કેન્દ્રમાં છેલ્લી સરકાર હતી ત્યારે કોંગ્રેસીઓએ માત્ર 21 હજાર કરોડ આદિવાસીઓ માટે ફાળવ્યા હતા જ્યારે મોદી સરકારે 86 હજાર કરોડ ફાળવ્યા છે.
ઊંચ શિક્ષણ માટે આદિવાસીઓ માટે જુદા જુદા પ્રકલ્પો આપવાનુ કામ પછી એ ગોવિંદ ગુરુ યુનિવર્સિટી હોય કે બીરસા મુંડા યુનિવર્સિટી હોય તે તમામ શૈક્ષણિક ક્ષેત્રે આદિવાસીઓ પણ પહેલા હરોળમાં આવે તેવા કામ આ ભાજપની મોદી સરકારે કર્યા છે. હું આપ સૌ માતાઓ, બહેનો અને વડીલોને પૂછું છું કે આ વખતે તમે મહેન્દ્ર ભાભોરને જીતાડીને મોકલશો ને ? હું તમને કહું છું કે તમે મહેન્દ્ર ભાભોર ને જીતાડીને મોકલજો પછી ગરબાડામાં જે વિકાસ કાર્યો અત્યાર સુધી નથી થયા તે બધા કાર્યો પૂરા થશે. આપણે મંદિર બનાવવું જોઈ એ કે નહિ તો સાંભળો 1 જાન્યુઆરી 2024 ના રોજ અયોધ્યા પહોચજો ત્યાં ગગન ચુંબી રામ મંદિર તૈયાર હશે.