Saturday, November 9, 2024
Google search engine
HomeUncategorizedદાહોદ કેન્દ્રીય વિદ્યાલય ખાતે પરીક્ષા પે ચર્ચા - ૨૦૨૪ અંતર્ગત પરાક્રમ દિવસ...

દાહોદ કેન્દ્રીય વિદ્યાલય ખાતે પરીક્ષા પે ચર્ચા – ૨૦૨૪ અંતર્ગત પરાક્રમ દિવસ તથા પેઇન્ટિંગ કોમ્પિટિશનનું કરવામાં આવ્યું આયોજન

દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદના પરેલ વિસ્તારમાં આવેલ કેન્દ્રીય વિદ્યાલય માં આજે તારીખ 23 જાન્યુઆરી 2024 ના રોજ પરીક્ષા પે ચર્ચા અંતર્ગત સુભાષચંદ્ર બોઝના જન્મદિને પરાક્રમ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કેન્દ્રીય વિદ્યાલયના ધોરણ ૧ થી ૫ ના વિદ્યાર્થીઓ આઝાદીના જે ઘડવૈયાઓ હતા તેવા સ્વાતંત્ર સેનાનીઓની ભૂમિકા ભજવી હતી.

ત્યારબાદ પરીક્ષા પે ચર્ચા અંતર્ગત એક પેન્ટિંગ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં દાહોદ જિલ્લાની અલગ અલગ શાળાઓના અંદાજે 100 જેટલા વિદ્યાર્થીઓએ આ પેન્ટિંગ કોમ્પીટીશનમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા વિદ્યાર્થીઓમાં પરીક્ષાને લઈને જે ભય હોય છે, તેને વિદ્યાર્થીઓમાંથી નીકળવા માટે એક મોહીમ ચલાવી હતી તેના ભાગરૂપે આ પેઇન્ટિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં (૧). ચંદ્રયાન મિશન, (૨). ભારતની રમતગમતની સિદ્ધિ, (૩). વિકાસશીલ ભારત, (૪). માનનીય PM દ્વારા પરીક્ષા યોદ્ધા મંત્રો, (૫). નેતાજી સુભાષ ચંદ્ર બોઝ અને (૬). મિશન આદિત્ય L 1 જેવા વિષયો ઉપર વિદ્યાર્થીઓએ પેન્ટિંગ બનાવી હતી. આ પેઇન્ટિંગ કોમ્પિટિશનમાં નિર્ણાયક તરીકે કિશોર ભૈયા, કીર્તન પિત્રોડા અને સચિન પ્રજાપતિ દ્વારા બેસ્ટ 5 સ્પર્ધકોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જેઓના નામ શબ્બીર લોખંડવાલા – લિટલ ફ્લાવર્સ સ્કૂલ દાહોદ, પટેલ જીંકલ – જવાહર નવોદય વિદ્યાલય – 2 લીમખેડા, અનન્યા દલાલ – સેન્ટ મેરી સ્કૂલ દાહોદ, ડામોર પૃથ્વી – એકલવ્ય સ્કૂલ દાહોદ અને રાઘવ કોલી – કેન્દ્રીય વિદ્યાલય દાહોદનાને વિજેતા જાહેર કરી પ્રમાણપત્ર આપી વિદ્યાર્થીઓમાં મનોબળ વધારવામાં આવ્યું હતું

આ બાબતે સેન્ટ મેરી સ્કૂલની અનન્યા દલાલે કહ્યું કે પહેલા તો મને પરીક્ષા બાબત લાગતો હતો પરંતુ માનનીય વડાપ્રધાન દ્વારા આ એક રચનાત્મક પહેલના કારણે અમારામાં પરીક્ષા ને લઈને જે ડર હતો તે નાબૂદ થયો છે. તે જ રીતે કેન્દ્રીય વિદ્યાલયની ધોરણ 11 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની શ્રેયા સિન્હા દ્વારા કહેવામાં આવ્યું કે પરીક્ષા પે ચર્ચા અંતર્ગત આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાર્થીઓમાં પરીક્ષાને લઈને જે ભય અને ડર પેદા થાય છે તે આવી સ્પર્ધાઓમાં ભાગ લઈ મને મનોબળ પૂરું પડ્યું છે અને હવે હું કોઈ પણ પરીક્ષા આપવા માટે કટિબંધ છું. અમને દરેક વિદ્યાર્થીને તે બાબતે એક એવું લક્ષ્ય પણ પૂરું પડ્યું છે કે હવે ખાલી શાળાની પરીક્ષાઓ નહીં પરંતુ અન્ય કોઈ પણ ક્ષેત્રની પરીક્ષામાં અમે જોમ અને જુસ્સાથી પરીક્ષા આપી પાસ થઈ અને અમારી કેરિયર બનાવીશું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments