દાહોદ કોંગ્રેસના ગઢમાં મોટું ગાબડું – દાહોદ જિલ્લા કોંગ્રેસના યુવા મોરચાના મહામંત્રી તેમના ૬૦થી પણ વધુ કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા

0
162

THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS

દાહોદ જિલ્લા કોંગ્રેસના યુવા મોરચાના મહામંત્રી પોતાના ૬૦ થી વધુ સમર્થકો સાથે આજે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ભાજપનો ખેસ પહેરી લેતા સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ફોર્મ ભરાય તે પહેલા જ કોંગ્રેસમાં પૂર્ણ ભડકો થતાં જિલ્લા કોંગ્રેસની નેતાગીરી ચોંકી ઉઠી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ના આડે માત્ર ૨૬ દિવસ જ રહી ગયા છે અને હજી ઉમેદવારી ફોર્મ ભરાયા પણ નથી અને ભાજપ અને કોંગ્રેસ એમ બંને રાજકીય પક્ષો ચૂંટણીમાં જોતરાયા છે અને બંને પક્ષો પૈકી કોંગ્રેસ પક્ષ પોતાના કાર્યકર્તાઓને પક્ષ પલટો કરતા રોકવામાં વ્યસ્ત બનવા છતાં તેના પ્રયાસો નાકામ સાબિત થઈ રહ્યા છે. જિલ્લા કોંગ્રેસની નેતાગીરીથી નારાજ થઈ કાર્યકર્તાઓ રોજબરોજ ભાજપમાં જોડાઇ રહ્યા છે ત્યારે આજે તા.૦૧/૦૨?૨૦૨૧ ને સોમવારના રોજ દાહોદ જિલ્લા કોંગ્રેસના યુવા મોરચાના મહામંત્રી શ્રીમતી મંજુલાબેન મીનામા તેમના ૬૦થી પણ વધુ કાર્યકર્તાઓ સાથે તથા દાહોદ જિલ્લા કોંગ્રેસના મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ શ્રીમતી મોનાલીસા બેન સિસોદિયાએ ભાજપ જિલ્લા પ્રમુખ શંકરભાઈ આમલીયારની ઉપસ્થિતિમાં કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાઈ ભાજપનો ખેસ પહેરી લેતા દાહોદ જિલ્લા કોંગ્રેસમા પુનઃ ભડકો થવા પામ્યો છે. જો આ જ રીતનું ચાલશે તો ચૂંટણીની તારીખ સુધીમાં તો કોંગ્રેસમાંથી કેટલાય કાર્યકરો ભાજપમાં ચાલ્યા જશે તે કહેવું હાલ અસ્થાને નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here