દાહોદનો આધેડ યુવક જે દાહોદ દોલતગંજ બઝાર નીચવાસમાં નો રહેવાસી સંજય શાહ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરેથી વહેલી સવારે ચાર વાગે પોતાના સોનીવાડના ઘરેથી નીકળી ગયા હતા. ઘરના પરિવારમાં પત્ની એ સવારે જ્યારે દીકરીને પપ્પાને જગાડવા માટે કહેતા તેઓ મળી ના આવતા તેઓની ચાની દુકાન ઉપર અને ફળિયામાં જોયું ત્યાર પછી પણ ના મળી આવતા ઘરના સભ્યોને બોલાવી જાણ કરી અને ઘરના સભ્યો દ્વારા પોલીસને જાણ કરી ચારે બાજુ શોધખોળ કરતા તેઓનું સ્કૂટર રળિયાતી સંગમ ઉપર ખાન નદી પાસેથી મળી આવતા ત્યાં નદીની આજુ બાજુ બધે શોધખોળ કરી પણ તેઓનો કોઈ પત્તો ન મળતાં ઘરવાળા નિરાશ થયા હતા અને મોડી રાત્રી સુધી તેઓની શોધખોળ ચાલુ રાખી હતી. અને આજે સવારે 10 વાગે માછલી પકડવા વાળાઓએ પોલીસને જાણ કરી કે એક લાશ નદીમાં તરી રહી છે અને ત્યાર બાદ પોલીસે અને લોકોએ તેમના ઘરવાળાને જાણ કરી કે એક બોડી મળી આવી છે અને ઘરવાળાઓએ આવી ને લાશ ઓળખી બતાવી હતી અને ત્યાર બાદ ફાયર દ્વારા લાશ કાઢી અને પી.એમ. માટે મોકલી આપવામાં આવી હતી. ઘર પરિવારના તમામ સભ્યો, ભાઈઓ, બહેનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. અને સમગ્ર શહેર અને ફળિયામાં શોકનું મોજું ફરી વળ્યું હતું
દાહોદ : ગઈ કાલે સવારથી ગુમ થઈ ગયેલ આધેડની લાશ ખાન નદીમાંથી મળી આવી
RELATED ARTICLES