Friday, December 27, 2024
Google search engine
HomeGarbada - ગરબાડાદાહોદ જિલ્લાના ગરબાડામાં અસ્થિર મગજની મહિલાની હેરાનગતિથી ત્રસ્ત સ્થાનિકોએ P.S.I. ને કરી...

દાહોદ જિલ્લાના ગરબાડામાં અસ્થિર મગજની મહિલાની હેરાનગતિથી ત્રસ્ત સ્થાનિકોએ P.S.I. ને કરી રજૂઆત

VIPUL JOSHI –– GARBADA 

P.S.I. પી.કે. જાદવે ગણતરીના કલાકમાં જ આ મહિલાને તેના પરિવાર સાથે કરાવ્યો ભેટો

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના મુખ્ય મથક ગરબાડામાં પાછલા કેટલાક સમયથી અસ્થિર મગજની એક મહિલાની હેરાનગતિ ખૂબ જ વધી ગઈ હતી. આ મહિલા મનફાવે તેમ ગાળો બોલતી હતી, લોકોને તથા વાહન ચાલકોને છૂટા પથ્થરો મારતી, દુકાનદારોનો સામાન વેરવિખેર કરતી, કચરાના ઢગલા હોય ત્યાંથી કચરો ઉઠાવીને જાહેર રસ્તા પર નાખતી અને કોઈ કહેવા જાય તો સામે થતી હતી. અસ્થિર મગજની આ મહિલા થી ત્રસ્ત સ્થાનિક લોકોએ આ મહિલાને તેના યોગ્ય સ્થાન પર પહોંચાડવા માટે ગરબાડા P.S.I. પી.કે. જાદવને જાણ કરી હતી ત્યારબાદ તેઓ દ્વારા 181 હેલ્પલાઈન, ગરબાડા મામલતદાર  અને દાહોદ ખાતે જો કોઈ આવું દવાખાનું આવેલ હોય અથવા તો આવી અસ્થિર વ્યક્તિ માટેનું કોઈ વિકલ્પ હોય તો તે દિશામાં પણ તપાસ કરી હતી. અંતે ભારે જહેમત બાદ આ મહિલાના પરિવારની ભાળ મળતા તેના પરિવારજનોને ગરબાડા પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા અને આ મહિલાને તેના પરિવારને સોંપવામાં આવી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments