દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાની ઘટના : નવા ગામમાં થતા બાળ લગ્નમા સમાજ સુરક્ષા વિભાગ ત્રાટકી, બાળ સુરક્ષા વિભાગ અને પોલીસ ચાલુ લગ્નએ એન્ટ્રી થતા નાસભાગ મચી.
નવા ગામમાં સગીર વયની પુત્રીના લગ્ન થતા હોવાની જાણ દાહોદ બાળ સુરક્ષા વિભાગને થતા તેઓ ચાલુ લગ્નમાં પોલીસ સાથે પહોંચ્યા હતા. અને આ મામલે બંને પક્ષોને સમજાવતા તેઓ સમજી ગયા હતા. અને જાન લગ્ન વગર પરત ફરી. દાહોદ જિલ્લમાં તંત્ર દ્વારા આટલા બધા અવેરનેસ પ્રોગ્રામ ચલાવવા છતાં હજી પણ ક્યાંક સમજણનો અભાવ જોવા મળી રહ્યો છે.