PRITESH PANCHAL –– JHALOD
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાનાં મુખ્ય મથક ઝાલોદની વેપાર ઉદ્યોગ વિકાસ બેંકના મેનેજર સહિત અન્ય બે કર્મચારીઓ અને અન્ય એક વ્યક્તિને કોરોના પોઝિટિવ આવતા સમગ્ર નગરમાં નગરમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો. બેંક કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવવાના લીધે આ બેંકનું કામકાજ સતત ચાર દિવસ સુધી બંધ રહેશે અને મંગળવારથી રાબેતા મુજબ બેંક ચાલુ થશે.