દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં ઇટાડી અને ઢાળસિમળ ગામે ૪૪ લાખના ખર્ચે નવીન શાળાના ૬ ઓરડાનુ કરાયું ખાતમુર્હત્

0
173
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાનાં ઇટાડી પ્રાથમિક શાળામાં ૧૪ લાખના ખર્ચે બે ઓરડા અને ઢાળસિમળ ખાતે ૩૦ લાખના ખર્ચે ૪ નવીન ઓરડા મળી કુલ  ૪૪ લાખના ખર્ચે પ્રાથમિક શાળાના નવીન ૬ ઓરડા મંજૂર થતાં અભ્યાસ કરતા બાળકોને અધ્યતન સુવિધા વાળા ઓરડા ઝડપથી મળી રહે તેને ધ્યાને લઇ આ લોકડાઉનના સમયમાં પણ સોશિયલ ડિસ્ટન્સસિંગ જાળવી ધારાસભ્ય રમેશભાઈ કટારા દ્વારા આજે તા.૨૮/૦૫/૨૦૨૦ ને ગુરુવારના રોજ ખાતમુર્હત્ કરવામાં આવ્યું હતું. સંજેલી તાલુકા ભાજપ પાર્ટીના પ્રમુખ જશુભાઇ બામણીયા, મહામંત્રી રમેશભાઇ તાવિયાડ, રૂપસિંગ રાઠોડ, અધ્યક્ષ મોહનભાઇ ચારેલ, સરપંચ પ્રફુલભાઈ રાઠોડ, પ્રવિણ ડામોર, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુરતાનભાઈ કટારા, તાલુકા પ્રાથમિક સંઘના પ્રમુખ રમેશભાઈ સેલોત, રાકેશભાઇ મછાર તથા આસપાસનાં ગામના સરપંચો અને આગેવાનો તથા ગ્રામજનો હાજર રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here