દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં અણધાર્યો કમોસમી વરસાદ પડતા ગામડાઓમાં પવન સાથે વરસાદી છાંટા આવ્યા હતા.
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં બુધવારે સવારે 10 વાગ્યાના સમયે આકાશ વાદળ છાયા વાતાવરણ વચ્ચે ઘેરાયું હતું. જો કે વહેલી સવારથી ગામડાઓમાં ઠંડા પવનની લહરે જોવા મળી હતી જયારે કેટલીક જગ્યાએ પવન સાથે વરસાદી છાંટા પડયા હતા. અને સમગ્ર પંથકમાં ઠંડીનું મોજું પ્રસરી ગયું હતું.