દાહોદ જિલ્લાના સિંગવડ પોલીસ મથકે તાલુકા પંચાયતની 18 અને 3 જિલ્લા પંચાયતના ઉમેદવારોની બેઠક યોજી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું

0
440

MANISH SHAH –– LIMKHEDA

THIS NEWS IS SPONSORED BY –– SHRI KRISHNA SWEETS

દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાની 18 તાલુકા પંચાયત અને ૩ જિલ્લા પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે પોલીસ તંત્ર સહિત વહીવટી તંત્ર કમર કસી રહ્યું છે અને આજે પોલીસ વિભાગ દ્વારા પોલીસ મથક ખાતે ઉમેદવારી કરનાર ઉમેદવારોની બેઠક યોજી યોગ્ય માર્ગદર્શન અને સુચના આપ્યા હતા.

ચૂંટણી માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગત તા.૧૮/૦૨/૨૦૨૧ ને ગુરુવારના રોજ રણધીકપુર પોલીસ દ્વારા સિંગવડ તાલુકા પંચાયતના 44 અને જિલ્લા પંચાયતના 8 જેટલા દાવેદારી કરનાર ઉમેદવારો સાથે લીમખેડા નાયબ જિલ્લા પોલીસ વડા ડો. કાનન દેસાઈના અધ્યક્ષસ્થાને પોલીસ મથકના પ્રાંગણમાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં આવનાર સમયમાં ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા  જળવાઈ રહે તેમજ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી કામગીરી સંપન્ન થાય તે માટે સહયોગ આપવા માટે તેમજ યોગ્ય માર્ગદર્શન અને કેટલીક સૂચનાઓ આપી પોલીસને સાથ સહકાર આપવામાં આવે તેવી રણધીકપુર PSI જે.એલ. પટેલે આશા વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here