દાહોદ ભાજપના વોર્ડ – 1 ના કાઉન્સીલર જીવણ રાજગોરની લુખ્ખી દાદાગીરી, બે મહિલાઓની બોલાચાલીમાં સમાધાન કરાવવાના બદલે એકને લાફો ઝીકી દેતા પોલીસ ફરિયાદ

0
528

Picture 001

NewsTok24 – Keyur Parmar – Dahod

                             દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તારમાં સ્નેહ એપાર્ટમેન્ટ ખાતે રહેતા કમલેશ ચંદુલાલ મોઢીયા પોતાના ઘરે માતાજીની સ્થાપના કરેલ હોઈ પુજા માટે બાજુમાં આવેલ પશુપતિનાથ મંદિરમાંથી કેળના પાના લેવા માટે ગયા હતા ત્યાં હાજર મંદિરના પુજારણ રામેશ્રીબેન દવેએ તેમને પાના તોડવાની ના પાડતા કમલેશભાઈએ પૂછ્યું કે અમે પાના કેમ ના લઇ જઈ શકીયે તો રામેશ્રીબેને કહ્યું કે તમે પુજા મારા પુત્ર પાસે પાસે કરાવતા નથી માટે અમો તમને પાના તોડવા નહિ દઈએ આ સાંભળી પોતાના ઘરે પરત આવીને પત્ની હેમલતાબેનને આ બાબતની જાણ કરતા તેમના પત્ની હેમલતાબેન તેમના ઘરે કામ કરતા બેનને સાથે લઇ મંદિરે ગયા હતા.

                                ત્યાં જઈને તેઓએ પૂજારણ રામેશ્રીબેનને કહ્યું કે આ સાર્વજનિક મંદિર છે અને તમે ના કેવી રીતે કહી શકો તેમ કહેતા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી અને આ દરમિયાન મંદિરની પુજારણ બહેને જોરજોર થી બુમો પાડી અને કહ્યું કે મને મારી ને પાના લઇ જાઓ એટલીવારમાં ત્યાના સ્થાનિક કાઉન્સીલર જીવણ રાજગોર આવી જતા હેમલતાબેને તેમને કહ્યું કે જુઓને ભાઈ તમે અમારા વોર્ડના કાઉન્સીલર છો તો તમે આમને સમજાવો કે મારા ઘરે પુજા હોવાથી કેળાના પાન તોડવા દે પરંતુ તેઓએ મારી વાત સાંભળ્યા વગર મને કહ્યું કે તેમની ઈચ્છા હશે તો પાના તોડવા દેશે તો મેં તેમને કહ્યું કે તમે આવી વાત કેમ કરો છો તો તેઓએ મને ગાળો આપી હતી તો મેં કહેલ કે તમે મને ગાળો કેમ બોલો છો જેથી તેઓએ ઉશ્કેરાઈને મારા ડાબા ગાલ પર લાફો મારી દીધો હતો.

                              અને આ દરમિયાન ઝપાઝપીમાં મારી જાતનો બચાવ કરવા જતા મને કેળના પાન કાપવા માટે લઇ ગયેલ છરી વાગી ગઈ હતી ત્યારબાદ ત્યાં લોકો ભેગા થતા મને કહ્યું કે બેન તમે અત્યારે ઘરે જતા રહો એટલે હું ત્યાંથી નીકળી ઘરે જતી રહી હતી ત્યારબાદ મારા સગાસંબંધીઓને આ બાબતની જાણ કરી હતી અને પછી સાંજે 6:45 કલાકે પોલીસ સ્ટેશન જઈને આ બાબતે પોલીસને હકીકતની જાણ કરી હતી જેની કાર્યવાહીના ભાગ રૂપે પોલીસે મારામારીની ઈપીકો કલમ 323, 504 મુજબ કાઉન્સીલર જીવણ રાજગોર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.

                                આવા સમયે જયારે બે મહિલાઓ વચ્ચે બોલાચાલી થતી હોય ત્યારે ભાજપના આ નગર સેવકની ભૂમિકા શું હોવી જોઈએ? આ પ્રશ્ન દાહોદ નગરના લોકમુખે ચર્ચાઈ રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here