કેન્દ્રની મોદી સરકાર દ્વારા સફળતા પૂર્વક ૯ વર્ષ પૂર્ણ કરતા સમગ્ર વિશ્વ ફલક ઉપર ભારતને અગ્રીમ હરોળમાં લાવી જેના લીધે ભારતે વિશ્વ ગુરુ તરફ હરણફાળ ભરી છે. આ કાર્યક્રમના ભાગ રૂપે દાહોદ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે આજે તા.૦૭/૦૬/૨૦૨૩ ને બુધવારના રોજ દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર ની અધ્યક્ષતામાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ યાત્રા ફતેપુરા શીત કેન્દ્ર વિકાસ તીર્થ ઉપર થી શરૂ થઈ હતી અને ટાંડા બ્રિજ વિકાસ તીર્થ થઈ જિલ્લામાં પ્રવાસ કર્યો હતો અને આવનાર દિવસોમાં જિલ્લામાં વેપારી સંમેલન થશે, ૧૫ જૂનના રોજ એક જાહેર સભા નું આયોજન થશે, પછી પ્રબુદ્ધ સંમેલન, સંયુક્ત મોરચાનું સંમેલન, લાભાર્થી સંમેલન, ૨૧ જૂન યોગ દિવસ, 23 જૂન ડો. શ્યામાપ્રસાદ મુખર્જી ની પુણ્ય તિથિના દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે વિડિયો કોન્ફરન્સ થશે. અને પછી વરિષ્ઠ કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ અને ભોજન અને ૨૫ જૂન ના રોજ “મન કી બાત” પછી આપાત કાલીન દિનના કાર્યક્રમ પછી ૬ દિવસ ઘર ઘર જનસંપર્ક કરવામાં આવશે. આ કાર્યક્રમ થકી લોકો સુધી સરકારની તમામ યોજનાઓ સિદ્ધિઓ તો પહોંચે છે પણ સાથે સાથે લોક સંપર્ક દરમિયાન લોકોની સમસ્યાઓને સાંભળી સ્થળ ઉપરથી જ તેનો સત્વરે નિકાલ કરવાનું કામ કર્યું છે. જેનું ઉદાહરણ રાછરડાનો એક પ્રશ્ન હતો જેમાં તેમને મેઘનગર ફરી ને આવું પડે તેની રજૂઆત કરી તેને પૂર્ણ કરવાની દિશામાં કામ સ્થળ ઉપરથી શરૂ કરી દેવાયુ. તો આમ આ સંપર્કથી લોકો સાથે વધુ ને વધુ કેવી રીતે આપણે સામાન્ય રીતે જોડાઈ શકીએ અને તેમની સાથે તેમના પ્રશ્નો ના પણ નિકાલ કરી શકીએ તે હેતુ થી આ સંપર્ક થી સમર્થન યાત્રા કરવામાં આવી રહી છે અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે લોકહિતના વિકાસ કર્યા છે અને જે થઈ રહ્યા છે તેને જન જન સુધી પહોચાડવાનું કામ આ યાત્રા થકી થઈ રહ્યું છે
સમગ્ર દાહોદ જિલ્લામાં સંપર્ક થી સમર્થન અને વિકાસ તીર્થ યાત્રા ને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે જેના ભાગ રૂપે આજે પત્રકાર પરિષદનું આયોજન કમલમ ખાતે થયું હતું ત્યાર પછી પ્રદેશ મીડિયા પ્રભારી હિરેન કોટક અને ટીમ દ્વારા દાહોદ ઝાયડસ હોસ્પિટલમાં દાખલ થયેલ આયુષ્માન કાર્ડના લાભાર્થીઓની મુલાકાત લેવામાં આવી હતી.
ત્યાર પછી સાંસદ જસવંતસિંહ ભાભોર, પ્રભારી સતીશ પટેલ, જિલ્લા પ્રમુખ શંકર આમલિયાર, મીડિયા પ્રભારી હિરેન કોટક સાથે ભાજપના ગરબાડામાં ધારાસભ્ય મહેન્દ્ર ભાભોરએ ગરબાડા તાલુકાના ગરબાડા જિલ્લા પંચાયત સીટના દેવધા શિવ મંદિરના ગંગુ મહારાજ તથા ઝરીબુઝર્ગ જી.પં. સીટના ડો. દિલીપભાઈ રાઠોડ (ગાંગરડા) નિવૃત્ત ક્લાસ વન ઓફિસર અને કમલેશ ભૂરા મંડોળ (ગુલબાર) જોડે સંપર્ક કરવામાં આવ્યો અને ત્યારબાદ ગરબાડા પ્રજાપતિ બ્રહ્માકુમારી પરિવારના દીદી જોડે મુલાકાત કરવામાં આવી. ત્યારબાદ બપોરના એક વાગે ભોજન ગ્રહણ કરવામાં આવ્યુ. ત્યારબાદ ભે જિલ્લા પંચાયતની સીટના નળવાઈ ગામે રાધાસ્વામી સંપ્રદાયના આગેવાનની મુલાકાત લીધા બાદ શિવશક્તિ મંદિરના ગુરુજી ગણેશપુરીશ્રી મહારાજ (ગાંગરડી) જોડે મુલાકાત થઈ ત્યારબાદ અભલોડ જીલ્લા પંચાયત સીટના અગ્રણી મનુભાઈ હિહોર (નિવૃત્ત ડે. કલેક્ટર) તથા પ્રણામી મંદિર ઉમરીયા વાઘજી પરમાર (નિવૃત્ત શિક્ષક) જોડે સંપર્ક કરવામાં આવ્યો ત્યારબાદ નઢેલાવ જિલ્લા પંચાયત સીટના અગ્રણી રામસિંગભાઈ ધનાભાઈ બારીયા (નિવૃત્ત આચાર્ય) સાથે જન સંપર્ક કરવામાં આવ્યો હતો તદુપરાંત આજે ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ, ભે, અભલોડ અને નઢેલાવ જિલ્લા પંચાયત સીટના અગ્રણીઓ જોડે સંપર્ક કરવામાં આવ્યો હતો જેમાં ખૂબ સરો પ્રતિસાદ મળ્યો હતો.