Friday, January 3, 2025
Google search engine
HomeDahod - દાહોદદાહોદ શહેરમાં રાવળ સમાજના સ્મશાનના ડેવલપમેન્ટનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું

દાહોદ શહેરમાં રાવળ સમાજના સ્મશાનના ડેવલપમેન્ટનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું

દાહોદ શહેર વોર્ડ નં ૯ ના પડાવ વિસ્તારમાં ૪૩ લાખ ના ખર્ચે રાવળ સમાજના મુક્તિધામનુ ડેવલોપમેન્ટનુ ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું
દાહોદ શહેરમાં રાવળ સમાજની ખૂબ લાંબા સમયથી માંગણી હતી કે દાહોદ શહેરના વોર્ડ નં – ૯ માં આવેલ રાવળ સમાજનું સ્મશાન ડેવલપમેન્ટને ઝંખી રહ્યું હતું અને આ પડતર માંગણીને અને આગેવાનોની રજૂઆતોને ધ્યાને લઈ 15 માં નાણાંપંચ અંતર્ગત નગર પાલિકા દ્વારા આ કામને મંજૂરી આપતા આજે દાહોદ વનખંડી હનુમાન મંદિરની સામે આવેલ સ્મશાનના ડેવલપમેન્ટનું ખાતમુહૂર્ત દાહોદ નગર સેવા સદનના પ્રમુખ રીના પંચાલના વરદ્દ હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે દાહોદ નગર પાલિકા પક્ષના નેતા રાજેશ સહેતાઈ, સુધીર લલપુરવાલા, સંતોષબેન, ચંદ્રકાંતાબેન ધાનકા, દિપેશ લલપુરવાલા, રાવળ સમાજના પ્રમુખ નગીનભાઈ તથા આગેવાનો તેમજ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્ય શરૂ થતાં રાવળ સમાજના લોકોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments