દાહોદ “A” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વ્યાજ ખોરો સામે સક્રિય થવા લોકદરબાર યોજાયો જેમાં સૌથી પહેલા દાહોદ “A” ડિવિઝન પોલીસ સ્ટેશનના P.I. કિરીટ લાઠીયાએ દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી.
દાહોદ “A” ડિવિઝન પોલીસ સ્ટેશનના P.I. કિરીટ લાઠીયાએ જણાવ્યું હતું કે દાહોદ સ્માર્ટ સિટીમાં સમાવિષ્ટ છે. ને દાહોદમાં ગુજરાતનું બીજા નંબરનું APMC છે. ત્યારે દાહોદ વધુ વિકાસની ગતિ પકડી તે માટે અમે દરેક બાબતે અમારા રેન્જ I.G., D.S.P. મળી કોઈ પણ ખોટી પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે. દાહોદમાં વ્યાજ ખોરોને પહોંચી વળવા માટે દાહોદ પોલીસ તૈયાર છે અને આપ આપના સૂચનો ફરિયાદો અમને જણાવશો તો તે સૂચનો અને ફરિયાદો અમે લઈશું. ત્યારબાદ દાહોદના “A” ડિવિઝન P.I. કિરીટ લાઠીયાએ ઉપસ્થિત લોકોને રિવ્યૂ આપવા મટે જણાવ્યું હતું. ત્યાર પછી ઉપસ્થિત લોકોએ અને જન પ્રતીનિધીઓએ અલગ અલગ પ્રશ્નોને લઈ રજૂઆત કરી હતી. અને દાહોદમાં ચોરી, ટ્રાફિક અને અન્ય સમસ્યાઓની રજૂઆત કરી હતી. જે મામલે દાહોદ પોલીસે આવનાર સમયમાં આ પ્રશ્નો માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે અને તેને જલદી અમલી કરીશું તેવું હૈયાધારણ આપ્યું હતું.
આ તમામ પ્રશ્નો ઉપરાંત વ્યાજખોરો માટે લોકોમાં જાગૃતિ આવે અને આવા લોકો જે વ્યાજ ખોરો થી પીડિત હોય તેવા લોકો વિશે દાહોદ પોલીસ ને જાણ કરે અમે સાચી હકીકતની તપાસ કરીશું અને પછી યોગ્ય કાર્યવાહી કરીશું. અને જે કોઈ નાણાં ધીરધાર કરતા હશે, તે વેપારીઓ વધુ વ્યાજ ના લે અને કોરા ચેક પ્રોમિસરી નોટ ના લે તેવું તેઓને જણાવીશું, અને જે લોકો ગેરકાયદેસર મની લેન્ડિંગ કરતા હશે અને ઊંચા વ્યાજ દરો ઉપર લોકોને રૂપિયા આપતા હશે તેમના ઉપર પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.