નવસારીના જલાલપોર ગામના સરપંચ, ઉકર્ષ મિત્ર મંડળ અને વાઈલ્ડ લાઈફ વેલ્ફર ફાઉન્ડેશન ઘ્વારા  ગરીબ આદિવાસો માટે કાપડનું દાન ઉઘરાવાયું

0
307

 

નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાનાં નાનીપેથાણ ગામમાં આજ રોજ ગરીબ આદિવાસી જરૂરિયાત મંદ વ્યક્તિઓ કે જેને શરીર ઢાંકવા પૂરતા પણ કપડાં ન હોય તેવી વ્યક્તિઓ માટે પહેલ નાખવામાં આવી હતી.

નાનીપેથાણના સરપંચશ્રીના સહયોગથી તે જ ગામના યુવક મંડળ “ઉત્કર્ષ મિત્ર મંડળ” અને “વાઇલ્ડ લાઈફ વેલ્ફેર ફાઉન્ડેશન” નવસારી (WWFN) દ્વારા ગામના દરેક ફળિયા–ઘરોમાં  જઇ પોતે ન પહેરતા હોય અને સારા હોય તેવા કપડાંના પોટલાં બાંધી ને છેવાડાના માનવી કહેવાતા એવા આદિવાસીઓ માટે ઉદાર દિલે એક મારુતિ વાન અને એક ટેમ્પો ભરી કપડાઓનું દાન મેળવવામાં આવ્યું હતું.navi 2images(2)

ઉપરોક્ત કપડાનું વિતરણ વસંદા, ડાંગ, તેમજ જરૂરિયાત મંદ એવા આદિવાસી કે જે પોતાનું શરીર પણ ઢાંકી ન શકે તેવા ભાઈ બહેનો તેમજ બાળકોને આગામી દિવસોમાં કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here