પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના લીલેસરા GEB સબડીવીઝનમાં લાગી આગ

0
53

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના લીલેસરા GEB સબડીવીઝનમાં લાગી આગ. GEB સંકૂલમાં આવેલ ઝાડી ઝાંખરામાં લાગી આગ. જોતજોતામાં આગ વધુ પ્રસરી. વીજ વાયરનો જથ્થો સહીતના માલસામાન આગની ઝપેટમાં આવ્યા. ગોધરા નગર પાલિકા સહિત હાલોલ, કાલોલ નગર પાલિકાના ફાયર ફાઈટર દ્વારા ઘટનાસ્થળે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો કરાયો પ્રયાસ. સ્થાનીક કર્મચારીઓ દ્વારા પણ આગને કાબુમાં લેવાના કરાયા પ્રયત્નો. આગ લાગવાના કારણે ગોધરા શહેરના મોટાભાગના વિસ્તારોમા વિજળી થઈ ડુલ. સમગ્ર આગની ઘટનામાં કરોડોની કિંમતના વીજ વાયરોનો જથ્થો બળીને ખાક.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here