ફતેપુરામાં અખિલ ભારત ખેત મજદૂર યુનિયનના પ્રતિનિધિઓ દ્વારા તાલુકા મામલતદારને આપ્યું આવેદનપત્ર

0
136

કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ અને શ્રમના બિલો પાસ કરેલ છે જે મજુરો અને કિસાનો, ખેત મજૂરો, નાના વેપારીઓ અને  આમ જનતા માટે વિરોધી બિલ છે. આવશ્યક કાયદા 2020, APMC બજાર સમિતિ કાયદા વટહુકમ અને સુવિધા વટહુકમ 2020, કોન્ટ્રાક્ટર ફાર્મિગ કંપની કરાર આધારિત ખેતી, ત્રણ લેબર કોડ બીલથી સરકારી કંપનીના ખાનગી કરણ અને મહત્વના સેક્ટરો માં 100 ટકા એફ.ડી.આઈ.ની પરવાનગી અને કર્મચારી, કામદારોને સરળતાથી નોકરીમાંથી કાઢી શકાય, આ બીલો કિસાનો અને કામદારો વિરોધી છે. જે સરકાર પાછા ખેંચી લે તેવી ફતેપુરા તાલુકા મામલતદારને દાહોદ જિલ્લા આદિવાસી અધીકાર મંચના પ્રમુખ કનુભાઈ કટારા, કિસાન સભા સમિતિના પ્રમુખ સોમાભાઈ ડામોર, મંત્રી અખમભાઈ રાવળ તેમજ કારોબારી સભ્ય અને ખેડૂત આગેવાનો દ્વારા આ આવેદનપત્ર આપી આ આવેદનપત્ર ભારત સરકાર સુધી પહોંચાડવા માટે આપવામાં આવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here