ફતેપુરા.તા.૦૯ ફેબ્રુઆરી ગુરુવારના રોજ ફતેપુરા બી.આર.સી. ભવન ખાતે દાહોદ જિલ્લાના શિક્ષણ માટે સતત ચિંતન કરી જિલ્લાની ટીમને માર્ગદર્શન આપનાર દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ દ્વારા સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત રીવ્યુ બેઠક યોજવામાં આવી હતી.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ૧૦૦ સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ શાળાના આચાર્યો તેમજ CRC ની રીવ્યુ બેઠક યોજી હતી.જેમાં જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી મયુર પારેખ દ્વારા પ્રોજેક્ટર પર PPT થી S.O.E. (સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ) ના અપેક્ષિત લક્ષ્યાંકો વિશે તથા ગુણોત્સવ 2.0 વિશે, અને F.L.N. વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. સાથે સાથે તેઓએ આચાર્યો અને સી.આર.સી કો-ઓર્ડીનેટર ને પ્રશ્નોતરી કરી તેમના દ્વારા શાળામાં કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરી હતી.
બેઠકમા ફતેપુરા તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રકાશ વણકર અને બી.આર.સી. મુકેશ પટેલ હાજર રહ્યા હતા. DPEO મયુર પારેખે આગામી સમયમાં શાળામાં સુધારાત્મક પરિણામો માટે કામગીરી કરવા માટે જરૂરી સૂચનો કર્યા હતા.