ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે દેવતાઈ ફળિયાના લોકોએ ફળિયામાં અવરજવર માટે રસ્તો બનાવવા માટે સામૂહિક ફાળો એકત્ર કરીને રસ્તો બનાવવાનું નક્કી કર્યું હતું માટે ફતેપુરા તાલુકાના ઘૂઘસ ગામના સુરેશ દીપા પારગીનું GJ-20 R-1475 નંબરનું JCB મંગાવ્યું હતું. જેથી આ JCB લઈને ફતેપુરા તાલુકાના વાંગડ ગામનો JCB નો ચાલક મહેશ કાળુ મુનિયા ઘુઘસ ગામે દેવતાઈ ફળિયામાં આવ્યો હતો. રસ્તો બનાવવાની કામગીરી બતાવવા માટે ઘુઘસ ગામના 28 વર્ષીય પુરુષ મોગા હડીયા પારગી JCB માં બેઠા હતા અને રસ્તો બનાવવાની કામગીરી બતાવતા હતા તે વેળાએ આ JCB ના ડ્રાઇવરએ પોતાના કબજાની JCB પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારતા JCB પલટી ખાઈ જવા પામ્યું હતું. જેથી બાજુમાં બેઠેલા મોગા હડીયા પારગી JCB નીચે દબાઈ જતા તેઓનું મોત નીપજ્યું હતું. તેમજ આ અકસ્માતમાં JCB ના ડ્રાઇવરને પણ હાથે પગે ઇજાઓ થઈ હતી. JCB નો ડ્રાઇવર JCB સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયો હતો.
ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે JCB પલટી ખાઈ જતાં એક 28 વર્ષીય યુવાનનું મોત નીપજ્યું, પોલીસ ફરિયાદ નોંધાઈ
RELATED ARTICLES