ફતેપુરા તાલુકાના સુખસર ખાતે મદદનીશ ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને મતદાન જાગૃતિ રેલી યોજાઈ ગઈ. આ રેલીમાં સુખસર કૃષિ શાળાના વિદ્યાર્થીઓ જોડાયા હતા. રેલીનુ સુખસર કૃષિ શાળા ખાતેથી ઢોલ નગારા સાથે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને આ રેલી સુખસરના વિવિધ વિસ્તારોમાં ફરીને સુખસર મેન બજારથી સંતરામપુર હાઇવે થઈ પરત કૃષિ શાળા ખાતે આવી હતી. અને સુખસર કૃષિ શાળા ખાતે આ રેલીનુ સમાપન કરવામાં આવ્યું હતું. આ રેલીમા સુખસર કૃષિ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિના વિવિધ સૂત્રો પોકારીને લોકોને મતદાન કરવા માટે આહવાન કરવામાં આવ્યું હતું.આ રેલીમાં ફતેપુરા તાલુકા મામલતદાર એન.એસ વસાવા તેમજ ફતેપુરા મામલતદાર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત સુખસર પોલીસ મથકના જી.બી.ભરવાડ તેમજ સુખસર પોલીસના જવાનો સહિત કૃષિ શાળાના મોટી સંખ્યામાં બાળકોએ ઉપસ્થિત રહી રેલીમાં ભાગ ભજવ્યો હતો.
HomeFatepura - ફતેપુરાફતેપુરા તાલુકાના સુખસર ખાતે મદદની ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને મતદાન જાગૃતિ રેલી...