ગુજરાત વિધાનસભા – 2022 ની ચૂંટણીઓ આવતા જ દરેક પક્ષની એક ખાસ મથામણ હોય છે. કઈ સીટ પર કેવો ઉમેદવાર ચાલશે ? શું પાર્ટીના ઉમેદવાર સક્ષમ છે કે નહીં ? જેવી બાબતો ચૂંટણી સમયે ખુબ જ મહત્વની હોય છે, ત્યારે દાહોદ જિલ્લાની 129 – ફતેપુરા બેઠક માટે સંજેલીના આમ આદમી પાર્ટીના ઉમેદવાર એવા પીનેશભાઈ ગમનભાઈ ચારેલ રહે. સંજેલીનાએ પોતાની દાવેદારી કરી હતી, પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓએ છેલ્લી ઘડીએ તેઓનું પત્તું કાપીને હાલમાં જ કોંગ્રેસમાંથી આપ માં આવેલા ભોજેલાના ગોવિંદભાઈ પરમારને ટિકિટ ફાળવી દેતા સંજેલી તાલુકામાં આપ પાર્ટીના ઉમેદવાર સાથે ભારે અન્યાય થતાં તેમના ટેકેદારોએ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ – પાર્ટી અધ્યક્ષને તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ – ગોપાલ ઈટાલીયા અમદાવાદ, ગુજરાત તથા દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ સુભાષભાઈ ડામોર, ગુજરાત પ્રદેશ પ્રભારી જયેશભાઇ સંગાડા વિગેરેને સંજેલીના કપિલાબેન બારીઆ તેમજ તેમના ટેકેદારો તરફથી આજે તા.૧૫/૧૧/૨૦૨૨ ને ગુરુવારના રોજ એક પત્ર લખીને જણાવ્યું કે ફતેપુરા 129 ફતેપુરા વિધાનસભાની બેઠક માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોવિંદભાઈ પરમારને જે ટિકિટ ફાળવી છે તે બદલીને સંજેલીના આપ પાર્ટીના જુના કાર્યકર એવા પીનેશભાઈ ગમનભાઈ ચારેલને તે ટીકીટ ફાળવવામાં આવે. કારણકે આપ પાર્ટીએ જે હાલમાં ભોજેલાના ગોવિંદભાઈ પરમારની પસંદગી કરેલ છે તેઓ કોંગ્રેસમાંથી આવેલા છે અને તેઓ આપ માટે નવા છે, જયારે સંજેલીના ઉમેદવાર જુના કાર્યકર છે. તેમ છતાંય ભારે અન્યાય કરીને ટિકિટ માટે અન્યાય કરવામાં આવતા સંજેલીના કાર્યકરો વિધાનસભાની ચૂંટણી સમયે નિષ્ક્રિય રહેવાની લેખિત રજુઆત કરી છે.