દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા વિધાનસભાની સામાન્ય ચુંટણી – ૨૦૨૨ માં ફતેપુરા વિધાન સભાના ભાજપના ઉમેદવાર રમેશભાઈ કટારાએ ચૂંટણી પ્રચારના છે ગણેશ સંજેલી તાલુકાના હિરોલા મુકામે થી કર્યો છે. રમેશભાઈ કતારાએ ગ્રામજનો સાથે જનસંપર્ક કરી ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં જંગી મતદાન કરી ફરી એકવાર જ્વલંત વિજય અપાવવા માટે આહવાન કર્યું. આ સાથે ભાજપ સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલ જનપ્રતિનિધિઓ અને ભાજપના ગામ્ય આગેવાનો આ પ્રચાર પ્રસાર માટે ઉપસ્થિત રહ્યા.
સંજેલી ભાજપના હોદ્દેદારોએ રમેશભાઈ કટારા ને કહ્યું કે ભાજપ સાથે ફતેપુરા – સંજેલી છે અડીખમ. અને જંગી બહુમતીથી જીતાડવા માટેનો ભરોષો આપ્યો છે.
ત્યારબાદ અણિકા ગામ ખાતે લોકસંપર્ક દરમિયાન લોકો તરફ થી ખૂબ પ્રેમ મળ્યો, આપ સૌની લાગણી થી અભિભૂત છુ. આપણા વિસ્તારને વિકાસ પથ પર અગ્રેસર રાખવા હંમેશા આપ સૌ માટે કાર્યરત રહીશ. અને ત્યારપછી રમેશભાઈ કટારાએ સંજેલી તાલુકાના ઢેઢીયા ગામ ખાતે ચુંટણી પ્રચાર અને ગ્રામજનો સાથે સંવાદ કર્યો હતો.